• મંગળવાર, 16 જૂન, 2026

પિતાનો મરણનો ડુપ્લીકેટ દાખલો ન કાઢી ગેરવર્તન કરાયું

રાપર, તા. 15 :  તાલુકાનાં લોદ્રાણીનાં અરજદાર દ્વારા તેમનાં પિતાનાં મરણનો દાખલો ગુમ થઈ જતાં ડુપ્લીકેટ દાખલો કાઢી આપવા માટે જવાબદારો દ્વારા ધસક ધમકી કરાઈ  હોવાની રાવ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાઈ છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે તલાટી કમ મંત્રી પાસે દાખલાની ઝેરોક્ષ આપી ડુપ્લીકેટ દાખલો કાઢી આપવાનું કહેતાં તેમણે દાખલો બીજીવાર ન નીકળે એમ કહ્યું હતું. અરજદારે દાખલો ખોવાઈ ગયો હોવાનું જણાવી સરકારી કામકાજ માટે તેની જરૂરિયાત ઊભી થયેલી હોવાથી ડુપ્લીકેટ દાખલો આપવા આજીજી કરી હતી. છતાં તલાટીએ દાખલો ન કાઢી આપતાં તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી. ગત તા. 02/05/2026ના રોજ તાલુકા પંચાયતમાંથી પિતા નું નામ હોય તેવો દસ્તાવેજ લઈ આવવા જણાવ્યું હતું. ટી.ડી.ઓ.ની ચેમ્બરમાં લોદ્રાણીનાં તલાટી અને અન્ય કર્મચારીઓ સમક્ષ આખી વિગત જણાવી અને પિતાનો મરણનો ડુપ્લીકેટ દાખલો કાઢી આપવાનું કહ્યું હતું. ટી.ડી.ઓએ ઉશ્કેરાઈને આવી નાની વાત માટે અરજી નહીં કરવાનું અને અરજી કરીશ તો પણ તને દાખલો નહીં મળે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે એમ કહી ધમકાવ્યા હોવાની રાવ પત્રમાં કરાઈ છે. ત્યાં હાજર લોદ્રાણીનાં તલાટીએ દાખલો કાઢી આપવાની ના પાડી દીધી હતી દાખલા માટે માંગણી કરી તો મને હાથ પગ ભાગી નાખવાની અને ખોટા કેસ માં અંદર કરાવી દેવાની ધમકી અપાઈ હતી તેમજ  અપમાન કરી ગેરવર્તન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પિતાનાં મરણનો ડુપ્લીકેટ દાખલો કાઢી આપવા લોદ્રાણીનાં અરજદાર રામજી દાના વિરાસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ છે.

Panchang

dd