મેવાનગર (લિફરી)
નવાવાસ (તા. નખત્રાણા), તા. 15 : ધો.
એકથી આઠના છાત્રોને ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મળે તેવી માંગ મેવાનગરના વાલીઓ / અગ્રણીઓએ
કરી છે. આ ગામે પ્રાથમિક શાળા સંકુલ ન હોવાથી ધો. એકથી પાંચનાં બાળકો કોમ્યુનિટી હોલમાં
હંગામી ધોરણે અભ્યાસ કરે છે, જ્યારે ધો. છથી આઠના છાત્રો નવાવાસ (રવાપર) ગામે દૂર અભ્યાસ કરવા જાય છે,
જેની સમસ્યા નિવારવા ગામના આગેવાનો-વાલીઓએ માંગ કરી છે. લિફરી ગામના
અગ્રણી કમલસિંહ સોઢા અને જીલુભા જાડેજાના જણાવ્યાનુસાર મેવાનગરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
સ્થાનિકે ગામમાં અભ્યાસ કરી શકે તે માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે રજૂઆત
કરતાં તેમણે ગાંધીનગર કક્ષાએ શિક્ષણ વિભાગને શાળાના ઓરડા બનાવવા દરખાસ્ત કરતાં નજીકના
સમયમાં મળી જશે તેવું જણાવ્યું હતું.