મુંદરા, તા. 13 : હિમાચલપ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા શિખર પરના માઉન્ટ
ફ્રેન્ડશિપ અભિયાનમાં કચ્છના ત્રણ યુવાને નોંધપાત્ર પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ
વધાર્યું છે. મુંદરાના પ્રિયાંશ જેઠવાએ 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપના શિખર પર સમિટ પૂર્ણ કરી હતી, જ્યારે અંજારના રાજન જેઠવા અને પરાગ ટાંકે આશરે
17,000 ફૂટ સુધીનું ચઢાણ પૂર્ણ કર્યું
હતું. બરફથી ઢંકાયેલા માર્ગો, બદલાતું
હવામાન અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા પડકારો વચ્ચે ત્રણેય યુવાને હિંમતનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતના 19 યુવાન પર્વતારોહકની ટીમે આ
પર્વતમાળામાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ
શિખર પર સફળ અભિયાન પૂર્ણ કર્યું છે. આ અભિયાન માટે પસંદ થયેલા સહભાગીઓએ છેલ્લા બે
મહિનાથી સઘન તાલીમ મેળવી હતી. વિવિધ શારીરિક અને માનસિક કસોટીઓ બાદ ટીમની પસંદગી કરવામાં
આવી હતી. તેઓએ 25 મે, 2026થી ચઢાણની
શરૂઆત કરી હતી અને 30 મે, 2026ની વહેલી સવારે સમિટ પુશ પૂર્ણ કર્યો હતો. સમગ્ર અભિયાનનું આયોજન અને પ્રાયોજકત્વ ઈંક્ષદશક્ષભશબહય
ગઋઘ દ્વારા કરવામાં આવ્યું હતું. સમિટ દરમિયાન ટીમે `ગજ્ઞ ઉાિuલત ઈફળાફશલક્ષ'નો સંદેશ પણ આપ્યો હતો. અભિયાનમાં ઉત્સવ પહવા,
બંસરી પટેલ, જૈનિલ શિંદે, રાજ રતન દાસ, હાર્દ શાહ, શુભમ ઘોઘારી,
મૌલિક દેસાણી, હેત પ્રજાપતિ, રચના વ્યાસ, યશ ભીમાણી, પ્રિયાંશ
જેઠવા, ઉમંગ પુરોહિત, અવિ ચૌહાણ,
ફાલ્ગુની પટેલ, ઝહીર મન્સુરી, યશ કલારિયા, રાજન જેઠવા, પરાગ ટાંક
અને કમલ દેસાઈ સહિતના 19 યુવા પર્વતારોહકે
ભાગ લીધો હતો.