• મંગળવાર, 16 જૂન, 2026

સિનુગ્રામાં સૂર્યા ફાઉન્ડેશનના ઉપક્રમે 10 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિર

સિનુગ્રા (તા. અંજાર), તા. 13 : અહીં સૂર્યા ફાઉન્ડેશન દ્વારા 10 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાઈ હતી, જેમાં ગામના 32 વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  શિબિરમાં વિદ્યાર્થીઓને  વિવિધ સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી, જેમાં માટીનાં રમકડાં બનાવવાં, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનિક પ્રયોગો, વનવિહારમાં વૃક્ષોની ઓળખ અને તેનો ઉપયોગ, ચિત્રકામ, ગામનું માનચિત્ર તૈયાર કરવું સહિતની બાબતોનો સમાવેશ કરાયો હતો. સમાપન પ્રસંગે સિનુગ્રા કુમારશાળાના આચાર્ય કેતનભાઈ ટાંક, સેવાભાવી  શાત્રી ધવલભાઈ મહેતા, દુર્ગાવાહિની સંયોજિકા શિવાનીબેન રાસ્તે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પલ્લવીબેન જોશીએ કર્યું હતું. અંતિમ દિવસે શ્રેષ્ઠ પાંચ શિબિરાર્થી જયાદિત્ય જોશી, ઉપમન્યુ મહેતા, ધીમહિ જોશી, રુદ્ર ડુડિયા અને રુહુન ચૌહાણનું પ્રમાણપત્ર અને ટ્રોફી સાથે વિશેષ સન્માન કરાયું હતું.  ખુશી ચાવડાએ માહિતી આપી હતી કે, આ શ્રેષ્ઠ પાંચ વિદ્યાર્થી આગામી વર્ષે દિલ્હી ખાતે યોજાનાર વિશેષ શિબિરમાં પણ ભાગ લેશે. અંતે સૂર્યા ફાઉન્ડેશનના મહિપતભાઈએ આભારવિધિ કરી હતી. 

Panchang

dd