• મંગળવાર, 16 જૂન, 2026

અંજાર સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે 521 રાહત કિટનું વિતરણ

અંજાર, તા. 13 :  ભુજ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળના અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ સેવા અને પરોપકારની ભાવનાને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે જરૂરિયાતમંદોને  521 રાહત કિટનું વિતરણ કરવામાં આવી હતી. આ રાહત કિટમાં બે કિલો લોટ, બે કિલો ચોખા, અડધો લિટર તેલ, ગાંઠિયા પેકેટ, લાડુ પેકેટ તેમજ બે લિટર પાણીની બોટલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મંદિર દ્વારા આ સેવા કાર્ય થકી અનેક પરિવારોને ઉપયોગી સહાય પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર સેવા કાર્ય ઉપમહંત  સ્વામી ભગવતજીવનદાસજીની  આજ્ઞાથી યોજાયું હતું. આ નિમિત્તે સ્વામી વિશ્વપ્રકાશદાસજી, સ્વામી અક્ષરપ્રકાશદાસજી તથા કે.પી સ્વામીનાં માર્ગદર્શન તળે રાહત કિટ સાથોસાથ વિદ્યાર્થીઓને નોટબુક અને પેન  પણ અપાઈ હતી.સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી ભક્તિપ્રકાશ સ્વામી તથા પૂર્ણપ્રકાશ સ્વામીના નેજા હેઠળ  શામજીભાઈ હીરાણી, પીયૂષભાઈ ત્રિપાઠી, દાતા પરિવારના લાલજીભાઇ, રૂપેશભાઈ સહિત અનેક સેવાભાવી કાર્યકરો જોડાયા હતા. 

Panchang

dd