ગાંધીધામ, તા. 13 : વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત વાગડ વેલ્ફર હોસ્પિટલ ભચાઉ તથા
નવજીવન મેડિકલ વેલ્ફર સેન્ટર દ્વારા દાતાઓના સહયોગથી સામખિયાળી ખાતે વેલ્ફેર એક્સપ્રેસ
પર્યાવરણ મિત્ર ઈલેક્ટ્રિક રિક્ષા સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા વાલીબેન
રતનાસિંહ ગડા પરિવારના હસ્તે ચંપાબેન કાંતિલાલ ગડા સામખિયાળી રામદેવ પરિવારના સહયોગથી
શરૂ કરવામાં આવી છે. દર્દીઓ તથા જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક પરિવહન સેવા ઉપલબ્ધ
કરાવવામાં આવશે આ ઉપરાંત વિશાબેન ગોપાલજીભાઈ ગડા પરિવારના હસ્તે વહેલુબેન ભાણજીભાઈ
ગડા વતી મુંબઈ વિશાળ મહાજનના પ્રમુખ રમણીકભાઈ ગોપાલભાઈ ગડા પરિવારના સહયોગથી સુવિધાયુક્ત
એમ્બ્યુલન્સ સેવા સમાજને અર્પણ કરવામાં આવી હતી,
રમણીકભાઈ ધનજીભાઈ છાડવાના સહયોગથી નવજીવન એક્સપ્રેસ એસી પરિવહન સેવાનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.ં આ સેવા થકી દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા અને સારવાર
બાદ સુરક્ષિત રીતે ઘર પહોંચાડવા માટે ઉપલબ્ધ રહેશે. ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ ખાતે
આયોજિત સન્માન સમારોહમાં સંદીપ ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી ડો. અવિનાશ કે. દલાલના સહયોગથી
ડાયાલિસીસ મશીન સેવા ઉપલબ્ધ બની છે તેમજ દાતા પ્રભાબેન પ્રવીણભાઈ ગાલા (નૂતન ત્રંબો-દાદર)ના
સહયોગથી પથરી અને પ્રોટેસ્ટના દર્દીઓ માટે ઓપરેશન અને સારવારની સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ
થઈ છે. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં
આવ્યું હતું. આ કાર્યક્રમ માટે વાગડ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી વિનોદ ગડા,
મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનહર શાહ, તલકશી નંદુ,
ટ્રસ્ટી લીલાધર ગડા (અધા), રમણીક છાડવા,
વાડીલાલ સાવલા, ડો. વિજય નંદુ, કાનજી પટ્ટણી, વાગડ કલા કેન્દ્રના ડો. જયંતી સત્રા,
સામખિયાળીના આગેવાન અમરશી ગડા, રમેશ રીટા,
જવાહર ગડા, હંસરાજ ગડા, ધામજી
ગડા અને કાનજી છાડવા સહિતના આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના વહીવટી અધિકારી ઈશ્વર ઓઝા,
શીતલ જોશી, રાજેશ ઠક્કર, કોમલ પાઠક દ્વારા સેવા આપવામાં આવી હતી