ગાંધીધામ, તા. 1 : કચ્છના વિદ્યાર્થીઓને ઘોરણ
10 અને ધો. 12 પછી ઉચ્ચ કારકીર્દિ ઘડવા માટે કયા ક્ષેત્રમાં જવું તેની મુંઝવણ રહેતી હોય
છે. કચ્છના વિદ્યાર્થીઓને એક જ સ્થળે ઉચ્ચ
અભ્યાસ સહીતના વિવિધ અભયાસક્રમોનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી કચ્છમિત્ર દ્વારા
ગાધીધામ ખાતે સતત બીજા વર્ષે ત્રણ દિવસીય એજયુકેશન એકસપોનું આયોજન કરાયું છે આ ઉપરાંત કારકીર્દિ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન
આપતા સેમીનારનું પણ યોજાશે.અદાણી યુનિવર્સિટી અને સાકળસચંદ મહેતા
યુનિવર્સિટીના સહયોગથી ડો.બાબાસાહેબ આંબેડકર
ભવન ખાતે આગામી તા. 3 મે થી તા. 5 મે સુધી યોજાશે.
એકસપોનો સમય સવારે 10 થી સાંજે
પાંચ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તા. 3ના સવારે 10 વાગ્યે રાજયના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે
ઉદઘાટન કરાશે. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ
પટેલ, ગાંધીધામ મહાનગરપાલિકાના કમીશનર મનીષ ગુરવાણી ,ડીપીએના સેક્રેટરી વાય.કે.સિંઘ, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ
તેજાભાઈ કાનગડ ,અદાણી યુનિવર્સિટી અને સાંકળચંદ મહેતા યુનિવર્સિટીના
પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. એકસપો 2.0માં વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરાશે અને શ્રૈષ્ઠ સંસ્થાઓ
સાથે સીધષે સંપર્ક કરીને વિદ્યાર્થીઓ સચોટ
માર્ગદર્શન મેળવી શકશે. એકસપોમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પારૂલ
યુનિવર્સિટી, પ્રભવ,
ગણપત યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, જેબીએસ એકેડમી ,કચ્છ યુનિવર્સિટી , અંજાર એજયુકેશન સોસાયટી, નારારના કોચીંગ સેન્ટર, અમદાવાદ, મારવાડી યુનિવર્સિટી રાજકોટ , ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અને ચીલ્ડ્રન યુનિવર્સિટી
સહીતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ભાગ લઈ રહી છે.આ સંસ્થાઓ ત્રણ દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓને કારકીર્દિનો સચોટ
માર્ગ દર્શાવવા માટે કટીબધ્ધ રહેશે. કચ્છભરમાંથી
એકસપોની મુલાકાત લેવા માટે બસની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર
આયોજનને પાર પાડવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.