• શનિવાર, 28 માર્ચ, 2026

અંજાર તાલુકા ભાજપની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કામે લાગવા આહવાન

અંજાર,તા.27 : અહીંના તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ હતી.જેમાં આગામી ચૂંટણીને ધ્યાને લઈને કામ લાગી જવા કાર્યક્રરોને આહવાન કરાયુ હતું. સાંધીક ગીત તાલુકા યુવા ભાજપના મહામંત્રી રોહિતભાઈ મકવાણાએ ગવડાવ્યુ હતું.ત્યારબાદ ભારત માત,ડો.શ્યામા પ્રસાદ મુખજી અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા પાસે પૂજન કરવામાં આવ્યુ હતું.સ્વાગત પ્રવચન કરતા તાલુકા ભાજપ પ્રમુખ  બી.એન. આહીરે  આગામી કાર્યક્રમની વિગતો આપતા કહયુ હતુ કે તા.29/3 ના મન કી બાત ટીફીન કે સાથ, તા.5/4 ના મહાસંપર્ક અભિયાન  અને તા.6/4 ના સ્થાપના  દિવસ નિમિતે  કાર્યક્રમ યોજાશે.  તેમણે કાર્યકરોને  આયોજનને સફળ બનાવવા માટે કામ લાગી આહવાન કર્યું હતું. તાલુકા ભાજપના સહપ્રભારી  મોમાયાભા ગઢવીએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે  સજજ થઈ  પોતાની  જવાબદારી સાથે કામ લાગી જવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુળજીભાઈ આહીર,મશરૂભાઈ રબારી,તાલુકા ભાજપના પ્રભારી રૂપલબેન દેસાઈ,ગુજરાત પ્રદેશર યુવા મોરચાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ આહીર,તાલુકા ભાજપના મહામંત્રી રૂપાભાઈ રબારી તથા શકિત કેન્દ્રના સંયોજકો,પ્રભારીઓ સહિતના ઉપસ્થિત રહયા હતા. સંચાલન  અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહીરે અને આભારવિધી ઉપપ્રમુખ ગોપાલભાઈ ડાંગરે કરી હતી.  

Panchang

dd