ભુજ, તા. 27 : અદાણી મેડિકલ કોલેજના નોન કોમ્યુન્યુનિટિવ મેડિસિન રોગ (પ્રિસેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન) વિભાગ દ્વારા આગામી હેલ્થ-ડે નિમિત્તે ક્વીઝ સ્પર્ધા યોજાઇ હતી. ચાર રાઉન્ડમાં યોજાયેલી આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં 12 મેડિકલ વિદ્યાર્થી જોડાયા હતા. આ વિભાગના હેડ ડો. શ્રેયસ મહેતા અને પ્રો. ડો. નીરવ નિમાવતનાં માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્પર્ધામાં વિશ્વ આરોગ્ય સંસ્થા કોવિડ-19 ટેક્નોલોજી એક્સેસ પુલ પ્રેરિત જન સમુદાયને ઉત્તમ આરોગ્ય માટે સમાન તક મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના પ્રશ્નો કેન્દ્રસ્થાને હતા તેમજ હવામાન બદલાવ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ, કૂપોષણ ડિપ્રેશન અંગેના સવાલો પૂછવામાં આવ્યા હતા. એસો. પ્રો. પ્રહલાદ પોતદાર, આસિ. પ્રો. ડો. ધારા ચૌધરી અને ડો. વિજય આહીરે સંચાલન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ અંગે વિદ્યાર્થીઓમાં રોગ, નિદાન, ઉપચાર ક્ષેત્રે પાયાનું જ્ઞાન મજબૂત કરવા તેમજ ત્વરિત આકલન અને ભાવિ સુધારા માટે ક્વીઝ એક પ્રભાવશાળી શસ્ત્ર છે. સાતમી એપ્રિલે યોજાનાર વિશ્વ હેલ્થ ડે નિમિત્તે `હુ'એ જન સ્વાસ્થ્ય માટે એકજૂટ થઈ વિજ્ઞાન સાથે જોડાવા અનુરોધ કર્યો છે.