• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

શિવતત્ત્વ સનાતનને જોડવાનું કાર્ય કરે છે...

ગઢશીશા, તા. 15 : ગઢશીશા ખાતે છેલ્લાં 12 વર્ષથી હિન્દુ યુવા સંગઠન અને સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રિનું આયોજન કરાઈ રહ્યું છે. બપોરના ભાગમાં પ્રાચિન નાગનાથ મહાદેવ મંદિરથી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળે છે. સમગ્ર ગામના મુખ્ય માર્ગો પરથી વાજતે-ગાજતે હર હર મહાદેવના નારા સાથે શિસ્તબદ્ધ રીતે સમસ્ત હિન્દુ સમાજ જોડાય છે. વથાણમાં ધર્મસભાનું આયોજન કરાયું હતું, જેમાં ચંદુમાએ આશીર્વચન પાઠવી આવા ધાર્મિક આયોજન ગોઠવવા સાથે જીવદયાની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો હતો.મહંત લઘુભારથી ગોસ્વામીએ પણ શિવ મહિમા વર્ણવ્યો હતો. હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ પણ ભગવાન શિવનું તમામ સનાતન હિન્દુ સમાજને જોડતું તત્ત્વ ગણાવી દેશને સુરક્ષિત રાખવા સંગઠિત બનવા પર ભાર મુક્યો હતો. શાસ્ત્રીય કાર્યક્રમો કરનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. મંચસ્થ સરપંચ કોમલબેન ગોસ્વામી, વલ્લભજી છાભૈયા સાથે રહ્યા હતા. રાજેન્દ્રગિરિ ગોસ્વામી, વિરમભાઈ રબારી, જગદીશ રૂડાણી, નવિનભારથી ગોસ્વામી, અમિત ભીમાણી તથા હિન્દુ યુવા સંગઠન અને સનાતન હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. સંચાલન કૃપાબેન આચાર્ય તથા વંશિકા સોનીએ કર્યું હતું. કેશવજી રોશિયા, હરેશભાઈ રંગાણી, મહેન્દ્ર રામાણી, કાનજીભાઈ સંગાર, અજિતસિંહ સોઢા, મહેશભાઈ જાડેજા, દીપકભાઈ ઠક્કર, સંજયગિરિ ગોસ્વામી, જીતુભાઈ ભગત, વિનેશગિરિ ગોસ્વામી, પ્રવીણભાઈ ઉકાણી, રમેશભાઈ ખત્રી, જયેશભાઈ વ્યાસ, પ્રેમચંદભાઈ સેંઘાણી, હરેશભાઈ સેંઘાણી તથા અન્ય અગ્રણીઓ જોડાયા હતા. 

Panchang

dd