• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

કે. કે. પટેલ હોસ્પિટલના ડોકટરની કેન્સર સારવાર ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

ભુજ, તા. 21 : કચ્છના આરોગ્ય ક્ષેત્રે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે.  શહેરની કે.કે. પટેલ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જિકલ અૉન્કોલોજિસ્ટ ડો. રોનક જૈને સફળતાપૂર્વક 1500થી વધુ કેન્સરના દર્દીઓની સર્જરી પૂર્ણ કરી કચ્છના પ્રથમ સર્જિકલ અૉન્કો સર્જન બની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડો. રોનક જૈનની આ સિદ્ધિ કચ્છ માટે એક નવી દિશા દર્શાવે છે, કારણ કે હવે કેન્સરના દર્દીઓને મોટા શહેરોમાં જવાની ફરજિયાતતા ઘટી છે. તેમણે હેડ એન્ડ નેક કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કેન્સર, ગાયનેક કેન્સર સહિત અનેક જટિલ કેન્સર રોગોમાં સફળ સારવાર આપી છે. આ સિદ્ધિ માત્ર સંખ્યાનો આંકડો નથી, પરંતુ હજારો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે નવી આશા, વિશ્વાસ અને જીવનદાન સમાન છે. ડો. જૈનની નિષ્ઠા, કુશળતા અને માનવતાપૂર્ણ અભિગમે કચ્છમાં કેન્સર સારવારને નવી ઊંચાઈએ પહોંચાડી છે. આ અવસરે કે. કે. પટેલ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના સંચાલન દ્વારા ડો. રોનકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આ સિદ્ધિ હોસ્પિટલના ધ્યેયવિશ્વસ્તરીય કેન્સર સારવાર કચ્છમાં જ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ડો. રોનકની આ ઐતિહાસિક સિદ્ધિ કચ્છના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવનો વિષય બની છે. 

Panchang

dd