• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

અંજારમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અંતર્ગત ધ્યાન અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન

અંજાર, તા. 16 : અહીંના ભારત વિકાસ પરિષદ-અંજાર અને આર્ટ ઓફ લાવિંગ-અંજારના સંયુક્ત ઉપક્રમે અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયની દોડધામ ભરેલી જિંદગીમાં માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ શિબિરમાં પ્રશિક્ષકો દ્વારા ધ્યાન અને પ્રાણાયામની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડયા, સચિવ  હિતેશભાઈ પ્રજાપતિ તથા પ્રકલ્પ સંયોજક અનંતભાઈ હોંગલ તથા આર્ટ ઓફ લાવિંગના લીનાબેન લોહાર, અમૃતાબેન આહીર તથા માયાભાઇ આહીરે સહકાર આપ્યો હતો. સામાજિક સેવા અને સંસ્કાર સિંચન સાથે લોકોના શારીરિક અને માનસિક ઉત્થાન માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે, તેવું સંસ્થા દ્વારા જણાવાયું હતું. 

Panchang

dd