• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વિદ્યાર્થીઓ રમતગમતને જીવનનો અભિન્ન અંગ બનાવે

આદિપુર, તા. 16 : આદિપુર સ્થિત શ્રીમતી નિર્મલા ગજવાણી સ્કૂલ ઓફ નર્સિંગ  સ્કૂલ દ્વારા દાદી ગજવાણી ખેલકૂદ મહોત્સવ અંતર્ગત  આદિપુર ખાતે ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવી, શારીરિક તંદુરસ્તી પ્રોત્સાહિત કરવી તેમજ ખેલભાવના, ટીમવર્ક અને નેતૃત્વ ગુણો વિકસાવવા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટ દરમિયાન અન્ડર-14 તથા અન્ડર-17 (બોયઝ અને ગર્લ્સ) કેટેગરીમાં  આયોજિત ટૂર્નામેન્ટમાં વિવિધ શાળાઓ તથા ફૂટબોલ ક્લબોના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અન્ડર-14 (બોયઝ) કેટેગરીમાં ક્રાઈસ્ટ સ્કૂલ, આદિપુરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા  બની હતી, જેમાં ટીમને કોચ નીલેશભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, જ્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ રનરઅપ રહી હતી અને તેમની ટીમના કોચ તરીકે હુસેનભાઈ  રહ્યા હતા. અન્ડર-14 (ગર્લ્સ) કેટેગરીમાં પણ આ જ પરિણામ નોંધાયું હતું, અન્ડર-17 (બોયઝ) કેટેગરીમાં મૈત્રી ફૂટબોલ ક્લબ  ચેમ્પિયન બની હતી.  ટીમને કોચ કમલેશ પટેલ  અને નરેન્દ્રભાઈ  દ્વારા તાલીમ અપાઈ હતી, જ્યારે ક્રાઈસ્ટ સ્કૂલ ઉપવિજેતા અને તેમની ટીમના કોચ નીલેશ  રહ્યા હતા. અન્ડર - 17 (ગર્લ્સ) કેટેગરીમાં મૈત્રી ફૂટબોલ ક્લબ-એ ટીમ વિજેતા રહી હતી તથા મૈત્રી ફૂટબોલ ક્લબ  ઈંગ્લિશ ટીમ  ઉપવિજેતા રહી હતી. સમાપન સમારોહમાં મુખ્ય બાળરોગ નિષ્ણાત ડો. પૂજા પારીખ, મૈત્રી મંડળ ઉપપ્રમુખ  અશોક દરિયાણીડો. ડી. કે. આચાર્ય, પપિત તથા અશોક હીરાણી (ડિવાઇન હોસ્પિટલ), ડો. વિશાલ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવીને શારીરિક અને માનસિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે ભાર મુકાયો હતો. સંસ્થાના આવા રમતલક્ષી પ્રયાસોને બિરદાવાયા હતા. રમતોત્સવમાં આગામી તા. 17 અને 18 જાન્યુઆરીના વોલીબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન અને સ્કાટિંગની ટૂર્નામેન્ટ 17 અને 18 જાન્યુઆરીના રોજ રમાશે. સંસ્થાના ટ્રસ્ટી  જયકિશન હેમનાનીનાં  માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ  નિધિ શર્મા અને સ્કૂલનો સ્ટાફ આયોજનમાં સહયોગી બન્યો હતો. 

Panchang

dd