મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 22 : તાલુકામાં
દેશલપરથી હાજીપીર જતાં હાઇવે પરના હાજીપીર ફાટક પાસે છેલ્લા ઘણા દિવસોથી એક અકસ્માતગ્રસ્ત
વાહન પડયું છે, જે આવતાં-જતાં વાહનો માટે
અડચણરૂપ થઇ રહ્યું છે, તેવી ફરિયાદો ઊઠી છે. આ બાબતે અતાઉલ્લાહ
મુતવાએ જણાવ્યું હતું કે, ચારેક મહિના પહેલાં વાહન અકસ્માતગ્રસ્ત
થયું હતું. જેને હજી સુધી ઉપાડીને તેનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. રસ્તે રોજના 1000થી 1300 જેટલા વાહનોની અવર-જવર રહે
છે, જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે
છે. જેથી તંત્ર દ્વારા અકસ્માતગ્રસ્ત થવાની પણ શક્યતા રહેલી છે. જેથી તંત્ર દ્વારા
અકસ્માતગ્રસ્ત વાહન અંગે તાત્કાલિક પગલાં લેવાય તેવી અતાઉલ્લાહ ખાન દ્વારા અરજી કરાઇ
હતી.