ભુજ, તા. 22 : ભુજ એરપોર્ટ પરની 23થી 25 તારીખ સુધી ત્રણ દિવસ માટે બપોરની બાદની વિમાની સેવા રદ્દ થઈ
છે. આ અંગે સંબંધિત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભુજ એરપોર્ટસ પર રનવેના સમારકામને
લઈને બપોરના બાર વાગ્યા બાદની મુંબઈ, દિલ્હી અને સુરત માટેની વિમાની સેવાઓ રદ્દ કરવામાં આવી છે. નોંધનીય છે કે,
ભુજ એરપોર્ટના વિસ્તૃતિકરણનું કામ ચાલી રહ્યું છે અને રનવેના સમારકામને
લઈ હાલ તારીખ 23થી 25 એમ ત્રણ દિવસ માટે આ નિર્ણય
લેવાયો છે. આ વિગતોની ખરાઈ અર્થે એરપોર્ટસના અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો
પરંતુ ફોન નો-રિપ્લાય મળ્યો હતો. દરમ્યાન સંબંધિતો પાસેથી વિગતો મળી હતી. જો કે, આ તારીખ દરમ્યાન જે-તે વિમાન સેવાના પ્રવાસીઓએ
સંબંધિત એરલાઈન્સ સાથે ખરાઈ કરી લેવી જરૂરી છે.