• રવિવાર, 23 નવેમ્બર, 2025

બંગાળમાં એસઆઈઆર મુદ્દે કમઠાણ

નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ બંગાળમાં શનિવારે વધુ એક બૂથ સ્તરના અધિકારી (બીએલઓ)એ `સર'નાં કામનાં ભારણથી કથિતપણે ત્રાસીને આત્મહત્યા કરી લીધી હતી. ચૂંટણીપંચને પત્ર લખીને મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયા પર રોક મૂકવાની માંગ કરી ચૂકેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપઘાતના બનાવો વચ્ચે આંદોલનનું એલાન કર્યું હતું. બંગાળમાં નવમી નવેમ્બરથી આજ સુધીમાં નવ બીએલઓનાં મોત થઈ ચૂક્યાં છે. હજુ ગત બુધવારે જલપાઈગુડીમાં `સર'ના બોજની રાવ ખાઈ એક  બીએલઓએ જીવ દીધો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે બનગાંવમાં એક રેલી સંબોધન અને ઉત્તર રમ્યરગણા જિલ્લામાં વિરોધ રેલીમાં જોડાઈને સર વિરોધી આંદોલનની શરૂઆત કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને તાત્કાલિક હસ્તક્ષેપ માટે અપીલ કરી છે. તેમણે શુક્રવારે ટ્વિટર પર પોતાનો જૂનો પત્ર શેર કર્યો.  તેમણે સમગ્ર પ્રક્રિયાને અનિયોજિત, અવ્યવસ્થિત અને ખતરનાક ગણાવી.  

Panchang

dd