• રવિવાર, 23 નવેમ્બર, 2025

પીથોરાજીધામના ગાદીપતિની ગુણાનુવાદ સભા યોજાઇ

ભુજ, તા. 22 : શહેરની ભાગોળે મિરજાપર હાઇવે સ્થિત પુરાણ પીર પીથોરાજીધામમાં છેલ્લા સાત દાયકાથી વધુ ગાદીપતિ તરીકે સેવારત પીર શોભાળસિંહજીનું તા. 16-11ના રવિવારે અવસાન થતાં તેમની પાલખીયાત્રા-સમાધિવિધિ અને ગુણાનુવાદ સભામાં સંતો, મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો અને રાજપૂત-ક્ષત્રિય તેમજ સોઢા સમાજની સાથે અઢારે વર્ણના સ્થાનકને નમતા ભાવિકોએ  પોતાના અધ્યાત્મક ગુરુ, માર્ગદર્શક અને સૌની સાથે  ચાલનાર તેમજ સ્થાનકના વિકાસના સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ થરપારકરથી વિસ્થાપિત તમામ સમાજોને એકતાંતણે બાંધી આધ્યાત્મિક ચેતના જગાવી ભજન અને ભોજનની પરંપરાથી સમાજને આધ્યાત્મિક અને સમાજિક ચેતનવંતી બનાવવામાં સદૈવ પ્રયત્નશીલ રહી અદકેરું કાર્ય કર્યું હતું. શૂન્યમાંથી સર્જન કરીને પીર પીથોરાજીધામની વર્તમાન સુવિધા ઊભી કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓ પીથોરાજી દાદાના વંશજ છે. તા. 20-11ના સદ્ગતની ગુણાનુવાદ સભામાં યોગી પીર સોમનાથજી (થાન-જાગીર), યેગી પીર મહેશનાથજી (ધીણોધર), પુરુષોત્તમગિરિ (પિંગલેશ્વર), રાહુલનાથજી (મનફરા), સુરેશદાસજી (મોટી વિરાણી), મુકુલદાસજી (બિબ્બર) ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા, જનકસિંહ જાડેજા (જિ.પં. પ્રમુખ), ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ, દેવજીભાઇ વરચંદ (પ્ર. કચ્છ જિ. ભાજપ), નરેન્દ્ર પ્રજાપતિ, વી.કે. હુંબલ (પ્રમુખ કચ્છ કોંગ્રેસ), રામદેવસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, પરાક્રમસિંહ સી. જાડેજા, પી.સી. ગઢવી, કિશોરસિંહ જાડેજા (વિંઝાણ), પ્રફુલ્લસિંહ જાડેજા, ચંદુભા જાડેજા-તુંબડી, મહાવીરસિંહ જાડેજા (અબડાસા તા. પ્રમુખ), જયદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા (ભાનાડા), જયદીપસિંહ એન. જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, મેરૂભા જાડેજા, જશુભા જાડેજા, જેતમાલજી જાડેજા, જતારાજી મારાજ, બટુકસિંહ જાડેજા, ટિલાટ હકુમતસિંહ સોઢા, ડો. કાનજી સોઢા, વી.એસ. રાઠોડ, જાડેજા કરશનજી, ખાનજી જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, સોઢા હિંમતસિંહ, સોઢા લાખાજી, જાડેજા રણજિતસિંહ, અમરસિંહ સોઢા, જગદીશસિંહ જાડેજા, કારૂભા જાડેજા, હમીરજી સોઢા, સમરથસિંહ સોઢા, મહેસોજી સોઢા સહિત કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી ભાવિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

Panchang

dd