મસ્કત, તા. 30 : 45 વર્ષથી અવિરત મસ્કત જલારામ ભક્ત મંડળ દ્વારા
આયોજિત 226મી જલારામ બાપાની જન્મજયંતી પ્રસંગે ઉજવણી કાર્યક્રમમાં
મસ્કત હવેલી મંદિરનો હોલ જય જલિયાણ જય જલારામના નાદથી ગૂંજી ઊઠયો હતો. ચંદ્રકાન્ત ચોથાણીએ
પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિતોને આવકારતાં જણાવ્યું હતું કે, આ એ બાપા છે, જેમનો કોઇ ચેલો નહીં, સંપ્રદાય નહીં, નાત-જાત કે ઊંચ-નીચના ભેદભાવ નથી. રાજા અને રંક વીરપુરમાં સાથે પ્રસાદ ગ્રહણ
કરે છે. ભૂખ્યાને ભોજન અને ભક્તોને પ્રસાદ છેલ્લા 210 વર્ષથી વીરપુરમાં અખંડ ચાલુ છે. આ પ્રસંગે હરિદ્વાર
શાંતિકુંજથી ગાયત્રી પરિવાર મસ્કત ખાતે અરુણભાઇ સોનીના સહયોગથી લઇ આવવામાં આવેલા બધી
જ પવિત્ર નદીના જળ સાથેના કળશ કુંભ તથા પૂંજ જ્યોતિનાં દર્શનનો સર્વે ભક્તોએ લાભ લીધો
હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા ભજન-દુહા-છંદની રજૂઆત કરાઇ હતી. જયભાઇ, હિરેનભાઇ, માવજીભાઈ, પ્રજ્ઞાબેન, જ્યોતિબેન,
પ્રતિમાબેન, કલાબેન, વૈભવી,
સુષ્મા ગાંધી, નેહા શાહ, હાર્દિક રામૈયા, રોમીલ, રાજેશ્વરી
દ્વારા ભજન-કીર્તનની રમઝટ બોલાવાઇ હતી. કિરણભાઇ આશર, બકુલભાઇ
મહેતા, રાજુભાઇ વેદ, સુરેન્દ્ર જોષી,
રવિ ટોપરાણા, અનિલભાઈ, સંગીતા
દુબે, જયશ્રી આશર, અરવિંદ સંપટ,
અરુણા સોની, ચંદ્રકાંત સોની, ચેતન ગણાત્રા, ઉદય દનાણી મહાઆરતીમાં જોડાયા હતા. બાપાના
સેજની સજાવટમાં ઉર્મિલાબેન તન્ના, જ્યોતિ પવાણી, આશા ગણાત્રા, દીપા આભાણી, દીપુ
કાનાબાર, પ્રજ્ઞા પવાણી સહયોગી રહ્યા હતા. શાંતિલાલ તન્ના,
નરેન્દ્રભાઇ ગણાત્રા, જિજ્ઞેશ ચંદ્રકાન્ત ચોથાણી,
દિનેશ પવાણી, પ્રવીણ કાનાણી, હરેશ મુલીઆ, સંજય સુબા, ગોપાલ કાનાબાર,
અતુલ આભાણી, હિતેષ પવાણી, ભરત પવાણી, જીતુ તન્ના વિ.એ જહેમત ઉઠાવી હતી. કોઇ પણ
નાતજાતના ભેદભાવ વિના કાર્યક્રમ ઊજવાયો હતો. 
 
								
							 
			   
                     
                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                     
                                    