નખત્રાણા, તા. 15 : રામેશ્વર
મંદિરની સામે નખત્રાણા આંગણવાડી-12માં
ચારે બાજુ પાણી ભરાતાં બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નખત્રાણા આંગણવાડી-12માં ચારેબાજુ પાણી ભરાતાં મગર, માછલીઓ સહિત જીવજંતુની ભીતિ રહે છે. પાણી ભરાતાં બાળકોને આંગણવાડીમાં આવવામાં
તકલીફ પડતી હોવાથી ચારેબાજુ રેતીનું પુર તથા બાઉન્ડ્રી સાથે ગેટ મૂકવા ગ્રામજનોએ માંગ
કરી હતી.