ભુજ, તા. 15 : અહીં
શાઈનિંગ લેડીઝ કલબ-ભુજની બહેનો દ્વારા સામાજિક તેમજ નારીશક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો
થતા જ રહે છે. હાલમાં જ સંસ્થાની સભ્ય બહેનો માટે ખુલ્લા મંચનું આયોજન કરાયું હતું.
50 વર્ષની ઉમર પાર કરી ચૂકેલી મહિલાઓએ `પોતાનું ગમતું જીવન' જાસ્મીનબેન માંડલિયા, ભાવિનીબેન માંડલિયા તેમજ જિજ્ઞાબેન માંડલિયાના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત આ
ચર્ચાનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની બહેનોએ પોતાનાં મંતવ્યો જણાવીને ભાગ લીધો
હતો. પ્રમુખ ભારતીબેન શર્માએ સ્વાગત કર્યું હતું. જાસ્મીનબેને ચર્ચાનો વિષય જણાવીને
કહ્યું હતું કે, ત્રી જીવનમાં ભણે-ગણે છે, પરણે ત્યારે પતિની, સાસરિયા, બાળકો, સામાજિક વ્યવહારની જવાબદારી નિભાવે
છે, પણ પોતાની જવાબદારી 50 વર્ષની વય બાદ નિભાવી શકે છે. પોતાના શોખ, સ્વાસ્થ્યની જાળવણી તેમજ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે છે. પોતાની સાથે થયેલો
વ્યવહાર પોતાની આગળની પેઢી સાથે ન કરવો જોઈએ પણ મિત્રતા કેળવવાથી પરિવાર સાયુજ્યની
ભાવનાથી ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ શકે. નૂતનબેન મહેતા, લીનાબેન ડાભી,
જયશ્રીબેન ઠક્કર, શિવાનીબેન પટેલ, રેખાબેન રાજપાલ, માલતીબેન જોશી, દિલસાદબેન પીરાણી તેમજ નિરંજનાબેન ભરતવાલાએ ભાગ લીધો હતો. જિજ્ઞાબેને રમાડેલી
રમતમાં રેખાબેન, લતાબેન, શિવાનીબેન અને
જશુબેન વેગડ વિજેતા રહ્યા હતા. એવું લતાબેન ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.