• બુધવાર, 16 જુલાઈ, 2025

માંડવી લોહાણા મહાજને ટાઇફોઇડ રસીકરણ કેમ્પ યોજ્યો

કોડાય, તા. 15 : માંડવી લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિજનો માટે `ટાઇફોઇડ રસીકરણ કેમ્પ'નું આયોજન કરાયું હતું. જ્ઞાતિજનો સ્વસ્થ રહે તેવી નેમ સાથે કેમ્પ યોજવાનું પ્રમુખ શૈલેષ મડિયારે જણાવ્યું હતું. લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવેલા આ કેમ્પ માટે ડો. યોગેશ સચદેએ જ્ઞાતિજનોને જાગૃત કર્યા હતા. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ શૈલેષ મડિયાર, ઉપપ્રમુખ દિલીપ ઠક્કર, મંત્રી પ્રવીણ પોપટ, લોહાણા મહિલા મંડળના મંત્રી પ્રીતિબેન આથા, યુવક મંડળના પ્રમુખ સ્મિત ઠક્કર, ભાવિન ગણાત્રા, ડો. ચિંતન સચદે, ડો. જીનલબેન આથા મંચસ્થ રહ્યા હતા. નિહિત ભીંડે, ભાવિન ગણાત્રા, જાગૃતિબેન ભીંડે, દેવાંગીબેન સચદે, બ્રિજેશ રાયચંદએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ `ટાઇફોઇડ વેકિસનેશન કેમ્પ'નો લાભ લીધો હતો.

Panchang

dd