અંજાર, તા. 15 : અંજાર
વીશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા દેવી કુંવરબાઈ જૈન કન્યાશાળા ટ્રસ્ટના
સહયોગથી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું
સન્માન કરીને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના
પ્રારંભે ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ જગદીશભાઈ
સંઘવી મંત્રી, ડેનીભાઇ શાહ અને જિજ્ઞેશભાઈ દોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું
હતું. ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરીને ઇનામ આપવામાં આવ્યાં હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં 23 કૃતિ
રજૂ થઈ હતી, જેમાં 54 લોકોએ ભાગ લીધો હતો. ચિંતન શર્માના સહયોગથી મ્યુઝિકલ
હાઉઝીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોજનના દાતા તરીકે રીટાબેન રમણીકલાલ
દોશી હસ્તે આનંદભાઈ દોશી અને જિજ્ઞેશભાઈ દોશી પરિવાર તેમજ લાઈટ અને ડેકોરેશનના દાતા
અતુલભાઇ રસિકલાલભાઈ ભણસારી અન્ય દાતા રજનીકાંતભાઈ ચૂનીલાલ શાહ પરિવાર, માનવતીબેન નાનાલાલ દોશી પરિવાર, ભરતભાઈ પ્રાણલાલ શાહ
પરિવાર હસ્તે દર્શ શાહ, દશા વણિક જ્ઞાતિ, મનસુખલાલ ભગવાનજી દોશી પરિવાર, જશવંતકુમાર જમનાદાસ શાહ
પરિવાર, હિંમતલાલ દામજીભાઈ
વોરા પરિવાર, સુરેશકુમાર મનસુખલાલ ભણસારી પરિવાર,
જવાહરલાલ ચૂનીલાલ શાહ પરિવાર, જયેન્દ્ર ધરમશી પારેખ
પરિવાર, રમેશચંદ્ર મણિલાલ શાહ પરિવાર, જયેશભાઇ
કેશવલાલ શાહ પરિવાર, શાહ પરિવાર, મહેન્દ્ર
શાંતિલાલ શાહ પરિવાર, ગુલાબચંદ્ર રાયશીભાઈ વોરા પરિવાર,
ભોગીલાલ વિશનજી ગાંધી પરિવાર, વિનોદચંદ્ર ચૂનીલાલ
શાહ પરિવાર, ધીરેન્દ્ર નારણજી વોરા પરિવાર સહિતના રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મંત્રી ડેનીભાઇ શાહે કરી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ
અશોકભાઈ દોશી, અશોકભાઈ ગાંધી, અતુલભાઇ ભણસાલી,
ભાવેશભાઈ વોરા, જિજ્ઞેશભાઈ દોશી, મૌલિકભાઈ શાહ, ડો. રાજુભાઈ શાહ, કૃણાલભાઈ શાહ, હેમંતભાઈ ભણસાલી, દર્શનભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ વોરા વગેરે ઉપસ્થિત રહ્યા
હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી અને આડાના પૂર્વ ચેરમેન સ્વ.
ભારતભાઈ શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.