અંજાર, તા. 15 : ભુજોડી
આહીર કન્યા વિદ્યાલયમાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની
શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. કૌશલ્ય વિકાસને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું
પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025/26 માટે નવા જી.એસની નિમણૂક કરવામાં આવી અને જૂના જી.એસ.નું
સન્માન કરવામાં આવ્યું. લેન્ડ અ હેન્ડ ઇન્ડિયા દ્વારા સંસ્થામાં ચાલતા ટેકનિકલ અભ્યાસક્રમ
આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ હુંબલ અને મંત્રી
શિવજીભાઇ આહીરે વકતવ્ય આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર, ખજાનચી રણછોડભાઈ ડાંગર તથા સુપરવાઈઝર બાબુભાઈ આહીર તેમજ આચાર્ય ભવાનીબેન ડાંગર,
શિક્ષકો, દીપ્તિબેન અને ગૃહમાતા કિરણબેન રાસ્તે
તથા મનાલીબેન હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું
હતું.