ભુજ, તા. 15 : વર્તમાનમાં
નાના બાળકોના હાથમાં આવી જતાં મોબાઇલ ફોન અને વાહનના કારણે તેની પ્રગતી, સફળતામાં અનેક અવરોધ ઊભા થતાંનાં કિસ્સા વધવા લાગ્યાં છે. બાળકોને વાલીઓએ તેની
મન ગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત કરવાની સમય માંગ છે. તેવું અહીં હિંગલાજ યુવક મંડળ (તેરા)
દ્વારા આયોજિત સમસ્ત કચ્છી રાજગોર નાકર પાંખડીનાં 13માં સ્નેહ મિલન સમારોહના મુખ્ય અતિથિઓને મંચસ્થથી પ્રાસંગિક
ઉદ્બોધનમાં જણાવાયું હતું. આયોજીત હોમાત્મક યજ્ઞમાં મહાપ્રસાદના દાતા પારૂલબેન કમલ, દર્શનાબેન ભાવિન, કાજલબેન મંથન, ભાવિકાબેન સુમિત અને હેતલબેન આશિષ બાવા દંપતિનાં હસ્તે નાળિયેર હોમ વિધિ કરાઇ
હતી. સાગર મહારાજ શાત્રોક્ત વિધિ કરી હતી. આ અવસરમાં સત્કાર સમારોહનું દીપ પ્રાગટયમાં
મહા પ્રસાદના રમણબાળાબેન હીરાલાલ, નારાણજી બાવા પરિવાર,
ડો. જિજ્ઞેશ ગોર, ચેતનાબેન ચંદ્રકાંત, ન્યુરાજ જેઠાલાલ, શાંતિલાલ ભવાનજી, ભાવિન ધીરજલાલ, કમલ ભરતભાઇ, ન્યુરાજ
વિનોદ, રમેશ રેવાશંકર, પ્રવિણચંદ્ર હીરાલાલ,
લોકેશ મણીલાલ અને મહેશ ભવાનજી સહિતનાં મહેમાનો જોડાયા હતા. મંડળના પ્રમુખ
મયૂર ચંદ્રકાંત દ્વારા શાબ્દીક સ્વાગત બાદ હિંગલાજ માતાજીનાં સ્થાનકોના સંચાલક મોભી
જયંતિલાલ જટાશંકર, હરેશ લક્ષ્મીદાસ, ભરત
ચંદ્રકાંત, સતિષ ગોવિંદજી, જ્યોતિન્દ્ર
બાબુભાઇ અને જયપ્રકાશ વાલજીનું સન્માન વિજય ગોર રજીસ્ટાર અનિલ ગોર, વસંત મેઘજી મોતા, કપિલ શાંતિલાલ, રાજેશ ગોર, ધર્મેશ જોશી, ફાલ્ગુનીબેન
ગોર, કશ્યપ માલાણી, હેતલબેન પ્રિયેન સહિતનાં
અગ્રણીઓને સન્માનીત કરાયા હતાં. રાસોત્સવ પણ યોજાયો હતો. આગામી ચાર વર્ષનાં સ્નેહ મિલન
સમારોહનાં મહાપ્રસાદના દાતાની જાહેરાત કરાઇ હતી. નિલમબેન નરોત્તમ, ભરતભાઇ રસિકલાલ, સ્વ. ધર્મેન્દ્ર પ્રાણશંકર અને ઉમિયાશંકર
જીવરામ મહાપ્રસાદના દાતા બન્યા હતા. સંચાલન વૈશાલીબેન ચેતન અને આભાર દર્શન જિજ્ઞેશ શાંતિલાલ દ્વારા કરાયું હતું.
મંડળનાં મંત્રી સંદીપ મહેશભાઇ, ખજાનચી મનીષ ધર્મેન્દ્રભાઇ સહિતના
હોદ્દારો સાથે કારોબારીના સભ્યો, મહિલા પાંખ વિગેરેએ સહયોગ આપ્યો
હતો.