માંડવી, તા. 9 : કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક
દિવસથી વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના લીધે રોડ-રસ્તાઓ પ્રભાવિત થયા છે. માંડવી
અને ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદના લીધે પોલડિયા ગામના રોડને નુકસાન થયું હતું. પાણી
નીકળી ગયા બાદ માર્ગ-મકાન વિભાગ રાજ્ય દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાહદારીઓને
મુશ્કેલી ન પડે, તે હેતુથી રસ્તાનું મરંમત
કામ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગની કામગીરીથી રોડને પૂર્વવત કરવામાં
આવ્યો છે.