• બુધવાર, 16 જુલાઈ, 2025

સતાપર થી અંજાર તરફના ચાર માર્ગીય રસ્તા ઉપરનો ઓવરબ્રીજની દિવાલ બેસી

અંજાર, તા. 9 : વડોદરાના પાદરા પાસે ગંભીરા ઓવરબ્રીજ ધ્વસ્ત થતા 10 લોકોના મૃત્યુ થયા હતા. આ બનાવ વચ્ચે વરસાણા- ભુજ  ચાર માર્ગીય ધોરીમાર્ગ ઉપર  સતાપર પાસેના  ઓવરબ્રીજની આરી વોલ અને માર્ગ બેસી  ગયો હોવાની  ફરીયાદો ઉઠી હતી. સ્થાનિકોએ ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે વરસાણા-ભુજ ધોરીમાર્ગનુ  કામ હજુ પૂર્ણ થયુ નથી. તેવામાં અંજાર થી સતાપર તરફ  માર્ગ ઉપર આવેલ ઓવરબ્રીજ જર્જરીત સ્થિતિમાં બન્યો છે.  આ માર્ગ ઉપર આવેલ ઓવરબ્રીજની આરી દિવાલ એકાએક નમી ગઈ હતી.સંબંધિત ધ્વારા અહીં લીપાપોતી કરવામાં આવી હતી. આ ઓવરબ્રીજની બાજુમાં આવેલ ડામર રસ્તાનો સર્વિસ રોડમાં પણ એક  ભાગ  નીચે બેસી ગયો છે. ચાલુ કામ દરમ્યાન આ સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે આગામી દિવસોમાં આ માર્ગ ઉપર  વાહન વ્યવહાર  પૂર્વવત થયા બાદ કેવી સ્થિતિ નિર્માણ પામશે તે જોવુ રહયુ.લોકોની સલામતી અને સુરક્ષા મુદે  આ પ્રકલ્પના નિરીક્ષણ કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  

Panchang

dd