• બુધવાર, 16 જુલાઈ, 2025

જ્ઞાતિજનોએ સાથે મળીને સમાજ ઉપયોગી કામગીરી કરવા હાકલ

ભુજ, તા. 9 : વાગડ રઘુવંશી (લોહાણા) પરિવાર ભુજની મળેલી સમાન્ય સભામાં પરિવારજનો સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરે તેવી હાકલ કરાઇ હતી. લોહાણા ભવન-ભુજ ખાતે મળેલી સભામાં બીજી વખત સર્વાનુમતે પ્રમુખ તરીકે રમેશભાઇ એ. મજીઠિયાની વરણી કરાઇ હતી તેમજ યુવા સંગઠનના પ્રમુખ તરીકે ભાવેશભાઇ ઉદેચા અને મહિલા મંડળના પ્રમુખ લીનાબેન સાયતાની વરણી કરાઇ હતી. શ્રી મજીઠીયાએ જણાવ્યું હતું કે, રાપર-ભચાઉ તાલુકામાંથી ભુજમાં 700થી વધુ પરિવાર આવીને વસ્યા છે, ત્યારે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કામગીરી કરતા રહે તેવી હાકલ કરાઇ હતી. જયસુખભાઇ કોટકે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. પ્રમુખ પ્રવીણભાઇ ચંદે, મંત્રી રતિલાલ પૂજારા, ઉપપ્રમુખો હિતેશભાઇ મજીઠિયા, નીતીનભાઇ ભીંડે, હેમંતભાઇ કાથરાણી, ધીરુભાઇ રતાણી, ધીરુબાપા, સુરેશભાઇ ચંદે, પ્રભુલાલ મીરાણી, પ્રીતમભાઇ સાયતા, ભરતભાઇ રાણા, અશ્વિનભાઇ રાચ્છ, મિરજાપર, સુખપર, માનકૂવા, દહીંસરાના પ્રમુખો દીપુબેન મીરાણી, દીપાબેન પૂજારા, પંકજબેન અનીબેન રતાણી તેમજ યુવા સંગઠનના સાવન પૂજારા, નરેન મીરાણી, કેતન પૂજારા, હાર્દિક ચંદે ઉપસ્થિત રહ્યા હતા. સેવા સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ ઉદેચા, યુવા સંગઠન મહિલા મંડળની કામગીરી બિરદાવાઇ હતી. 

Panchang

dd