માંડવી, તા. 9 : ભારતીય ચૂંટણીપંચના આદેશને
પગલે 2 - માંડવી વિધાનસભા મતદાર વિભાગના
ભાગ નંબર 1થી 167ના બૂથ લેવલ ઓફિસરો માટે ત્રિદિવસીય તાલીમ મામલતદાર કચેરી ખાતે
યોજવામાં આવી હતી. મતદાર વિભાગના મદદનીશ મતદાર નોંધણી અધિકારી વી. કે. ગોકાલવાણીના
પ્રમુખસ્થાને અને માંડવી તાલુકા વિકાસ અધિકારી ઈશ્વરભાઈ માજીરાણા, મતદારયાદીના નાયબ મામલતદાર પી. કે. સંઘાર,
સી. ડી. પી. ઓ. શીતલબેન સંઘાર, લક્ષ્મીબેન મહેશ્વરીની
ઉપસ્થિતિમાં બૂથ લેવલ ઓફિસરો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત તાલીમનું આયોજન
કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસરોને
ભારતના ચૂંટણીપંચ દ્વારા દરેક બૂથ પર એક બૂથ લેવલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે
છે. ક્ષતિ રહિત મતદારયાદી બને તે માટે બી.એલ.ઓં. તેઓની કામગીરી વધુ સારી રીતે કરી શકે
તે માટે રાષ્ટ્રીય તાલીમનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે તેવું જણાવાયું હતું. અલગ-અલગ
માસ્ટર ટ્રેનરો તરીકે દેવલભાઈ પટેલ, બિપિનભાઈ પટેલ, યોગેશભાઈ ભટ્ટ, જિજ્ઞેશભાઈ માતંગ અને મયૂરભાઈ મહેશ્વરી
વગેરેએ વિવિધ ફોર્મ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉમર મતદારયાદી લાયકાતની તારીખ
સંદર્ભમાં 18 વર્ષ થઈ હશે
તેનું નામ દાખલ કરવા નમૂનો-6નું ફોર્મ
ભરી તેની સાથે જન્મનો પુરાવો તથા રહેઠાણનો પુરાવો રજૂ કરવાના રહેશે, જેમાં
પાસપોર્ટ સાઈઝનો કલર ફોટો, ઉમરનાં પુરાવા તરીકે જન્મ પ્રમાણપત્ર,
શાળા છોડયાનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા તરીકે
રેશનિંગ કાર્ડની નકલ, લાઈટબિલ, આધારકાર્ડ,
મિલકત વેરાની પહોંચ ગમે તે એક પુરાવો રજૂ કરવાનો રહેશે. 21 વર્ષથી વધુ વય ધરાવતા મતદારે
એક પણ વખત મતદારયાદીમાં નામ દાખલ ન કરાવ્યું હોય તો તે અંગેનો એકરાર લેવો પડશે. મરણના
કિસ્સામાં અથવા તો લગ્ન તેમજ અન્ય જગ્યાએ સ્થળાંતર થવાના કારણે મતદારયાદીમાંથી નામ
કમી કરવા અંગે ફોર્મ નંબર-7 ભરવાનું રહેશે.
નામ કમી કરવા માટેના પુરાવા (કોઈ પણ એક) મરણ પ્રમાણપત્ર, સ્થળાંતર
થયું હોય તો જે સ્થળે સ્થળાંતર થયેલા સ્થળના સરનામાંની નકલ, ત્રીનાં લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવાનું
રહેશે તેમજ અન્ય ફોર્મ અંગેની માહિતી સમજાવી
હતી. આ તાલીમમાં બૂથ લેવલ ઓફિસરો અને સેક્ટર ઓફિસરોએ ભાગ લીધો હતો.