• બુધવાર, 16 જુલાઈ, 2025

મુલુંડના મેવા કિમો થેરેપી સેન્ટરમાં રાહતદરે સેવા : નારંગી રાશનકાર્ડ ધારકને 50 ટકામાં

કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 9 : મુલુંડ પૂર્વના વેપારીઓની સંસ્થા મુલુંડ-ઈસ્ટ વ્યાપારી એસોસિયેશન વેલ્ફેર ટ્રસ્ટ (મેવા) દ્વારા ચલાવાતા મેવા કિમો થેરેપી સેન્ટરમાં વાજબી દરે સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ નારંગી રાશનકાર્ડ ધરાવતા લોકોને 50 ટકા રાહત આપવામાં આવે છે.આ માહિતી આપતાં `મેવા'ના ટ્રસ્ટી કચ્છીમાડુ હેમંત જૈને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આઠ મહિનાથી સેવન બેડ ડેકેર સેન્ટર મુંબઈની પ્રતિષ્ઠિત હોસ્પિટલોના શ્રેષ્ઠ ઓન્કોલોજિસ્ટતાલીમબદ્ધ સ્ટાફ અને ટેકનિશિયનો સાથે તેની સફર શરૂ કરી છે અને કેન્સરના દર્દીઓને વાજબી દરે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે. બીજું નારંગી રાશનકાર્ડ ધરાવતા લોકોને અમારી સેવાઓમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સેન્ટર મુલુંડ-ઈસ્ટમાં રેલવે સ્ટેશનની બાજુમાં જ છે. ડાયાલિસીસ સેન્ટરમાં 11 બેડ છે, જે અઢી વર્ષથી ચાલે છે. આ બધી સેવા રાહતદરે અપાય છે અને આર્થિક રીતે નબળા લોકોને વધુ રાહત આપવામાં આવે છે. - સીકબેડ સેન્ટર : હેમંત જૈને જણાવ્યું કે, સીકબેડ સર્વિસમાં વોકર્સ, હોસ્પિટલ બેડ, વ્હીલચેર, કોમોડચેર, આઈવી સ્ટેન્ડ, નેબ્યુલાઈઝર સહિત 15થી 20 સાધન છે, જે સસ્તું ભાડું અને ડિપોઝિટથી અપાય છે. 33 જેટલા સિનિયર સિટીઝનોને તેમના નિવાસે ટિફિનની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. - દર ચાર મહિને રક્તદાન કેમ્પ : દર ચાર મહિને રક્તદાન કેમ્પ યોજાય છે, જેમાં સરેરાશ 200 બોટલ રક્ત એકત્ર થાય છે, જે ત્રણ-ચાર બ્લડબેન્કને આપીએ છીએ. જે બ્લડ બેન્કો 60-70 બોટલ અમને નિ:શુલ્ક આપે છે. આગામી કેમ્પ 10મી ઓગસ્ટના યોજાનાર છે. કોઈને રક્તની જરૂરત હોય તો અડધા-પોણા કલાકમાં મુંબઈમાં પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. - મેડિસિન રાહતદરે : હાલમાં `મેવા હેલ્થ કેર' શરૂ કરાયું છે જ્યાંથી દવાઓ અપાય છે. બ્રાન્ડેડ જનરલ મેડિસિન 25 ટકા રાહતદરે અને લાઈફ સેવિંગ ડ્રગ્ઝ 50 ટકા ડિસ્કાઉન્ટથી અપાય છે. 

Panchang

dd