• બુધવાર, 16 જુલાઈ, 2025

તલવાણા ઈશ્વરેશ્વર ગૌશાળાને 2.11 લાખનું દાન

કોડાય (તા. માંડવી), તા. 9 : માંડવી તાલુકાના તલવાણા ગામે ઈશ્વરેશ્વર ગૌસેવા વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંગળાઘર (ગાયોની હોસ્પિટલ) ખાતે ગૌસેવા માટે માંડવીના સંત દ્વારા 2.11 લાખનું દાન અપાયું હતું. માંડવી ભાનુશાલી દ્વારાના સંત કરશનદાસજી મહારાજે તલવાણા ગૌશાળાની મુલાકાત લઈ અહીં થતી અબોલ પશુઓની  સેવાથી પ્રભાવિત થયા હતા. સંત કરશનદાસજી મહારાજ દ્વારા રૂા. 2.11 લાખ તેમજ શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસર દ્વારા 11 હજાર સંસ્થાને અર્પણ કરાયા હતા. અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ દેવરાજ ગઢવી, કિશન ભાનુશાલી, ઈશ્વર ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મે. ટ્રસ્ટી હરિસિંહ જાડેજાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd