ભુજ, તા. 9 : આજે કચ્છ જિલ્લાની રાષ્ટ્રીયકૃત
બેંકની વિવિધ શાખાઓમાં કર્મચારીઓની હડતાળથી કરોડોના નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા હતા.
વિવિધ પડતર પ્રશ્નોને લઈ આજે કચ્છની વિવિધ બેંક શાખાઓમાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા
હતા. કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ,
રાષ્ટ્રીયકૃત બેંકોને મજબૂત કરવા, બેંકોમાં ખાલી
પડેલી જગ્યાઓ ભરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા અને લેબર કોડના
વિરોધ સહિતના પડતર પ્રશ્નો માટે હડતાળનું એલાન કરાયું હતું. બેંક કર્મચારીઓ દ્વારા
આજે શાખા બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બેંક શાખાઓમાં નાણાકીય લેવડ દેવડ બંધ
રહેતા ચેકના ક્લિયરન્સ સહિતના કરોડોથી વધુના નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા.આજરોજ હડતાળમાં
બેંક ઉપરાંત વીમા, પોસ્ટલ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓને જોડાવવાનો
દાવો કરાયો હતો, પરંતુ કચ્છનું ટપાલ તંત્ર હડતાળમાં ન જોડાતા
જિલ્લાની તમામ ટપાલ કચેરીમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. બીજી તરફ બેંક યુનિયન
અઈંઇઊઅના આદેશ અનુસાર કચ્છના બેંક કર્મચારીઓ પણ આજની હડતાળમાં જોડાયા હતા. સવારે 10.30 વાગ્યે ભુજ ખાતે બેંક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ સામે દેખાવો
કરવામાં આવ્યા હતા. બેંક અગ્રણીઓ નીલેશ મહેતા, જિતેન્દ્રાસિંહ ગોહિલ, માનસી ત્રિવેદી , ટીનેશ રાઠોડ, પૂજા કોઠારી, અવની મંગે, યુવરાજાસિંહ
ઝાલા, ઉમેશચંદ્ર, દિપેન કોઠારી વિગેરે જોડાયા
હતા.