અંજાર, તા. 9 : અંજાર વિધાનસભા પરિવાર દ્વારા
દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય એ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું. દીપ પ્રાગટય કરી સંમેલનનો આરંભ કરાયો હતો. મુખ્ય
વક્તા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદના અધ્યક્ષસ્થાને
બનેલી સમિતિ વિવિધ વિચાર વિમર્શ કરીને આગાળ વધી રહી છે તેમણે એક સાથે થનારી ચૂંટણીથી
દેશને થનારા ફાયદાઓની વાત કરી સરકાર હમેશા દેશહિતનાં કાર્યોને પ્રાધાન્ય આપી રહી હોવાની
લાગણી વ્યક્ત કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજાર વિધાનસભામાં સૌથી વધુ
ગ્રામ પંચાયતો સમરસ થતાં સૌને અભિનંદન આપી વરસાદી વાતાવરણ હોવા છતાં બહોળી સંખ્યામાં
નાગરિકોની ઉપસ્થિતિને વધાવી હતી. શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઇ વ્યાસે સ્વાગત પ્રવચન કરી
સૌને આવકાર્યા હતા. એક દેશ એક ચૂંટણીના જિલ્લા સંયોજક મોમાયાભાઈ ગઢવીએ આજ દિવસ સુધી
એક દેશ એક ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં થયેલી જાગૃતિનાં કામોની વાત કરી હતી. સંમેલનમાં
સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ,
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી, સદસ્ય મ્યાજરભાઈ છાંગા, નગરપતિ વૈભવભાઈ કોડરણી, જિલ્લા ભાજપના
મંત્રી વસંતભાઇ કોડરણી, તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા જાડેજા, ડેનિભાઈ શાહ,
અશ્વિનભાઈ સોરઠિયા, ક્રિપાલાસિંહ રાણા,
રૂપાભાઈ રબારી, અશોકભાઇ બરારિયા, ભૂરાભાઈ છાંગા, રમેશભાઈ ચાવડા, પરમાભાઈ પટેલ, શિલ્પાબેન બુદ્ધભટ્ટી, પાર્થભાઈ સોરઠિયા, નીલેશભાઈ ગોસ્વામી, કલ્પનાબેન ગોર, બલરામભાઈ જેઠવા અને પ્રબુદ્ધ નાગરિકો
ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમનું ગીત કલ્પેશભાઇ
આહીર દ્વારા રજૂ કરાયું હતું. સંમેલનનું સંચાલન કાનજીભાઇ આહીર અને આભારવિધિ બી.એન.
આહીરે કરી હતી.