રાપર, તા. 9 : જનતા જનાર્દનના પ્રશ્નોને વાચા આપવા કરછના દરેક તાલુકામાં કોંગ્રેસ
કાર્યાલય ખુલ્લાં મૂકવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા હરહંમેશ તૈયાર રહીશું.
તેવું નવનિયુક્ત જિલ્લા પ્રમુખના સન્માન સમારોહમાં જણાવાયું હતું. તાજેતરમાં કચ્છ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ
વી.કે. હુંબલના રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં કાર્યકરોને
સંબોધતા તેમણે કોંગ્રેસને વધુ મજબૂત કરવા શહેર અને તાલુકામાં કોંગ્રેસ સમિતિઓને સંગઠિત
કરવા જણાવ્યું હતું. હાલમાં યોજાયેલી ગ્રામ
પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસી વિચારધારા ધરાવતા વિજયી સરપંચ અને સભ્યોનું આ તકે સન્માન
કરવામાં આવ્યું હતું તેમજ પરાજિત ઉમેદવારોને બુલંદ હોંશલા સાથે આગામી ચૂંટણીઓમાં ઝંપલાવવા
જણાવ્યું હતું. ભચુભાઈ આરેઠિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાપર તાલુકા કોંગ્રેસ
સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી, મહામંત્રી
બાબુભાઈ ચૌધરી અને શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડે
ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાપર નગરપાલિકાના વિપક્ષી નેતા રાજુભાઈ
ચૌધરી, કાઉન્સીલર અરાવિંદભાઈ માલી, ઈશ્વરલાલ
સોની, મહેશભાઈ ઠાકોર, હેતુભા સોઢા,
પૃથ્વાસિંહ વાઘેલા, વસંતભાઈ મહેશ્વરી, રમજુભાઈ રાઉમા, સંજયભાઈ, ભચાઉ તાલુકા
કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળવંતાસિંહ જાડેજા, ઉપપ્રમુખ શિવરાજાસિંહ જાડેજા,
કરશનભાઈ મણવર, બાબુલાલ દવે, ભીમજીભાઈ ખોડ, જશુભા, લવજીભાઈ માલી, માદેવપુરી ગોસ્વામી, આલાભાઈ ચાવડા, રણછોડભાઈ આહીર, ખેંગારભાઈ
આહીર, પરબતભાઈ કારા, દયાલભાઈ એવારિયા,
અયૂબભાઈ સોઢા, અમરશીભાઈ, દિનેશભાઈ ગોહિલ, સુખુભા જાડેજા, મહેન્દ્રાસિંહ સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.