ભુજ, તા. 8 : ચોરી પ્રકરણમાં ધરપકડ થયેલા
ભુજ તાલુકા પંચાયત ખારી બેઠકના સભ્યને સભ્યપદેથી દૂર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના
વાઈસ ચેરમેન દ્વારા માંગ કરાઈ હતી. ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સરેરાશ ત્રણથી
વધુ બેઠકમાં ગેરહાજર રહેલા સભ્યને પંચાયત અધિનિયમ મુજબ ગેરલાયક ઠેરવી તાલુકા વિકાસ
અધિકારી દ્વારા સભ્યપદેથી દૂર કરવા દરખાસ્ત કે પત્ર ન મોકલાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
સમિતિ, લઘુમતી વિભાગ વાઈસ ચેરમેન જુમા ઈશા નોડે દ્વારા
તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી લોકપ્રતિનિધિને ગેરલાયક ઠેરવવાની તાત્કાલિક
કાર્યવાહી કરી સભ્યપદેથી દૂર કરવા માંગ કરી હતી.