• મંગળવાર, 01 જુલાઈ, 2025

નખત્રાણામાં શનિદેવ મંદિરે વાર્ષિક પાટોત્સવ ભાવથી ભાવિકોએ ઊજવ્યો

નખત્રાણા, તા. 30 : આ વિસ્તારના એક માત્ર શનિદેવના મંદિરે 12મા વાર્ષિક ઉત્સવની ઉજવણી પ્રસંગે સવારે ધ્વજારોહણ, સાંજે સંગીતમય મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ભાવિક ભક્તોની હાજરીમાં યોજાયા હતા. મંદિરના પૂજારી ટીનાભાઇ રામાવતના સાંનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પ્રસંગે એક કલાક સુધી કલાકારો પ્રદીપ જોશી, બાળકલાકાર લક્ષ્મીબેન આહીર દ્વારા ભક્તિગીતો, શનિદેવની આરતી, ભજન, રાસ, ધૂનની પ્રસ્તુતિ કરાઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મંદિર પરિસરના વ્યવસ્થાપક ગોવિંદભાઇ પલણ, કલ્પેશભાઇ ઠક્કર, બ્રિજેશ પલણ, પૂર્વ તા.પં. પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, રાજેશ મૂળજીભાઇ બારૂ, દાનુભા જાડેજા, વિપુલભાઇ પલણ, સુખદેવસિંહ સરવૈયા, બિપિન શેઠ, શિવા નીતિનભાઇ રાજદે, સુરેશભાઇ કાનજિયાણી, મિતેશ પલણ, ગુણવંત સેંઘાણી, સુદર્શન જોશી, નવીન નાયક, કેશવલાલ દિવાણી, પાબુસિંહ સોઢાકિશોર વાળંદ, દેવાભાઇ રબારીએ સહયોગ આપ્યો હતો. મીતાબેન જી. પલણ, સ્વ. જનકભાઇ માવજી પલણ (પરિવાર)દાનુભા જાડેજા, ભરતભાઇ સોમજિયાણી, મૂલજીભાઇ પરસોત્તમ બારૂ, મયૂર બુધાભાઇ રબારી, જગદીશ દવે, અર્જુનસિંહ પી. જાડેજાએ આર્થિક સહયોગ આપ્યો હતો. ફિલ્ટર પાણીના દાતા દિનેશ છાભૈયા રહ્યા હતા. દર શનિવારે પ્રસાદીના કાયમી દાતા રિશી પલણ, ધ્યાન કે. પલણ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd