• મંગળવાર, 01 જુલાઈ, 2025

નખત્રાણાના ફોટોગ્રાફરને યુવા વાઈલ્ડ લાઈફ રનર્સ-અપ એવોર્ડ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 15 : માંડવી સ્થિત સિક્યોર નેચર સોસાયટી દ્વારા આયોજિત વાઈલ્ફ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધામાં નખત્રાણાના યુવા ફોટોગ્રાફર પાર્થ કંસારાને રનર્સ-અપ એવોર્ડ એનાયત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મધર્સ ડે નિમિત્તે નેશનલ લેવલે યોજાયેલી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ પાર્થને રનર્સ-અપ એવોર્ડ મળ્યો હતો. ડબલ્યુપીસી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે યોજેલી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધામાં બે વખત પ્રથમ એવોર્ડ વિજેતા બન્યા હતા. મધ્યપ્રદેશના કાન્હા નેશનલ  પાર્કમાં નેશનલ લેવલે યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજતા રહ્યા હતા તેમજ ગુજરાત સરકાર-ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા યોજાયેલા એક્સેલન્સ એવોર્ડમાં બેવાર બેસ્ટ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ગુજરાતનો ખિતાબ હાંસિલ કર્યો હતો. બીબીસી, નેશનલ જિઓગ્રાફી ચેનલ, નેચર કન્સર્વેન્સી, સેન્ચ્યુરી આસિયા, નિકોન, કતાર ડે જેવી પ્રખ્યાત કંપનીઓ તથા મેગેઝિનમાં પણ ફોટોઝ પબ્લિશ થયા છે. 

Panchang

dd