• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભુજના મંગલમ્ વિસ્તારમાં માર્ગની ઊંચાઈ વધારાતાં આસપાસના રહીશો ચિંતિત

ભુજ, તા. 15 : શહેરના મંગલમ્ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે કેનાલના કામથી લોકોને પાણી ભરાવાની ચિંતા થોડી હળવી થઈ ત્યાં જ આ જ વિસ્તારમાં થતાં એક મોટા બાંધકામ અંતર્ગત આખો માર્ગ કાંકરી પાથરી ઊંચો લેવાતાં આસપાસ રહેતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને આગામી ચોમાસામાં ફરી પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. ભુજના મંગલમ્ વિસ્તારમાં વરસાદ સમયે પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી સતાવતી હતી. સંસ્કારનગર, મંગલમ્ એપાર્ટમેન્ટ, અશ્વમેઘ સહિત આસપાસ રહેણાંક વિસ્તારોમાં લોકોને ચોમાસાસમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયની રજૂઆતને અંતે ભુજ સુધરાઈ દ્વારા અહીં વરસાદી પાણી નિકાલની કેનાલ વ્યવસ્થિત કરવા કામગીરી હાથ ધરાઈ જેને પગલે દુકાનદારો તથા રહેવાસીઓને થોડી રાહત થઈ. પરંતુ માંડવી ઓકટ્રોયથી મંગલમ આવતા માર્ગે ભાજપના હોદેદારો દ્વારા એક વિશાળ વ્યવસાયિક કોમ્પલેક્ષના નિર્માણની સાથો સાથ મુખ્ય માર્ગ પર કાંકરી પાથરી ઊંચો લેવાની કામગીરી હાથ ધરાતાં આ વિસ્તારના રહેવાસી રિતેશભાઈ માહેશ્વરી સહિતના રહેવાસીઓ દ્વારા તેનો વિરોધ કરાયો અને કામગીરી અટકાવાઈ. શ્રી માહેશ્વરીએ કચ્છમિત્રને જણાવ્યું કે, આ માર્ગ ઊંચો લેવાની સુધરાઈ કે દઅન્ય કોઈ શાખાએ મંજૂરી નથી આપી. તેમ છતાં જાહેર માર્ગ એક તરફ ઊંચે કરાઈ રહ્યો છે. જેથી આગામી વરસાદમાં પાણી વહીને સામેના માર્ગ પરથી આસપાસની વસાહતોમાં ભરાશે અને ફરી જૂની સમસ્યા ઊભી થશે. શ્રી માહેશ્વરીએ ઉમેર્યું કે, સુધરાઈના મુખ્ય અધિકારી અનિલ જાધવને આ અંગે રૂબરૂ રજૂઆત કરતાં તેમણે ફરીયાદ લેખિતમાં આપવા જણાવી ત્યારબાદ રોડ ઊંચે લેનારને નોટિસ અપાશે તેમ જણાવતાં રિતેશભાઈએ પણ દલિલ કરી કે જાહેર માર્ગ વિના મંજૂરીએ ઊંચો લેવાતો હોય તો જવાબદાર તંત્ર જાતે પગલાં કેમ ન ભરે, તેવો સવાલ પુછયો હતો. અન્ય ભાજપ સાથે સંકળાયેલા અને આજ વિસ્તારમાં મિલકત ધારકે તથા રહેવાસીઓએ જણાવ્યું કે, કેનાલનું કામ હજૂ બાકી છે. વરસાદ નજીક છે ત્યારે આસપાસના વિસ્તારમાં પાણી ભરાશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. - ભુજ સુધરાઇ દ્વારા નોટિસ પાઠવાઇ : શહેરમાં ટોક ઓફ ધ ટાઉન્ડ બનેલા મંગલમ વિસ્તારમાં મંજૂરી વિના ઊંચા લેવાયેલા મુખ્ય માર્ગ મુદે્ ભુજ સુધરાઇ દ્વારા બમાંધકામ કરનારને નોટિસ પાઠવી રસ્તા પર પથરાયેલી કપચી ઉપાડી લેવા જણાવાયું હતું. આ ંગે સુધરાઇના મુખ્ય અધિકારી અનિલભાઇ જાધવનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, માર્ગ ઊંચો લેવાની કોઇ જ મંજૂરી મગાઇ નહોતી અને આ બાબતે ફરિયાદ આવતાં ગઇકાલે જ બાંધકામ કરનારને નોટિસ પાઠવી માર્ગ પર પથરાયેલી કાંકરી ઉપાડી લેવા જણાવાયું હોવાનું કહ્યું હતું. - ભુજ સુધરાઇ દ્વારા નોટિસ પાઠવાઇ : શહેરમાં ટોક ઓફ ધ ટાઉન્ડ બનેલા મંગલમ્ વિસ્તારમાં મંજૂરી વિના ઊંચા લેવાયેલા મુખ્ય માર્ગ મુદ્દે ભુજ સુધરાઇ દ્વારા બાંધકામ કરનારને નોટિસ પાઠવી રસ્તા પર પથરાયેલી કપચી ઉપાડી લેવા જણાવાયું હતું. આ અંગે સુધરાઇના મુખ્ય અધિકારી અનિલભાઇ જાધવનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, માર્ગ ઊંચો લેવાની કોઇ જ મંજૂરી મગાઇ નહોતી અને આ બાબતે ફરિયાદ આવતાં ગઇકાલે જ બાંધકામ કરનારને નોટિસ પાઠવી માર્ગ પર પથરાયેલી કાંકરી ઉપાડી લેવા જણાવાયું હોવાનું કહ્યું હતું.

 

Panchang

dd