• મંગળવાર, 01 જુલાઈ, 2025

મુંદરામાં સમર યોગ કેમ્પમાં 120થી વધુ બાળક જોડાયાં

મુંદરા, તા. 15 : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોજાતા સમર યોગ કેમ્પ અંતર્ગત મુંદરા તાલુકામાં બીજી વખત આ 15 દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પ યોજાયો હતો, જેમાં ભારત વિકાસ પરિષદ  મુંદરા શાખા સહયોગી રહી હતી. યોગ કોચ નેહલ પંડયા (અમૃત યોગ) સંચાલિત આ કેમ્પમાં 120થી વધારે બાળકે ભાગ લીધો હતો. અહીંના પુષ્કર્ણા બ્રહ્મપુરી ખાતે યોજાયેલા કેમ્પમાં મુંદરા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી, ભૂપેન મહેતા, દિલીપ ગોર, બ્રહ્માકુમારીના બી.કે. સુશીલાદીદી, ભરત જોશી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મીડિયા ઝોન કો-ઓર્ડિનેટર શૈલેશ ટાંકપશ્ચિમ કચ્છ કો-ઓર્ડિનેટર સંત રામદાસજી, વિજય  શેઠ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ નીરજ  મહેતા, મંત્રી મનોજ પરમાર, સુરુચિબેન મોડ તથા તેમની  ટીમ હાજર રહ્યા હતા. કેમ્પમાં બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય એ માટે નિત્ય યોગ, પ્રાણાયામ આસન વિ. શીખવવામાં આવ્યા હતા. સમર કેમ્પને સફળ બનાવવા નેહલ પંડયા, જયશ્રીબા રાઠોડ, મેહુલ ગોસ્વામી, દિવ્યાબેન સોની, જયશ્રીબેન સોની, નેહા જોશી, કિશન માલમ, રિદ્ધિ માલી, મિત્તલ મોદી, નયના બાજરિયા, તોરલબા ચુડાસમા, મનીષ પંડયા વગેરે જહેમત ઉઠાવી હતી. પુષ્કર્ણા બ્રહ્મપુરીનો આભાર મનાયો હતો. 

Panchang

dd