• રવિવાર, 01 જૂન, 2025

ધમડકા અનુ.જાતિ ખેતી સહકારી મંડળીને જમીન સુપ્રત કરવામાં આવી

અંજાર, તા. 22 : ગુજરાત ખેતી જમીન ટોચ મર્યાદાના ધારા હેઠળ ફાજલ જાહેર કરી મંજૂર થયેલી અંજાર તાલુકાના અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી ધમડકાને જમીનને પ્રત્યક્ષ ખૂંટ ખોડીની માપણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રના હુકમ સાથે જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરના  આદેશ મુજબ મામલતદાર, ડી.એલ.આર. ભુજ, સ્થાનિક પોલીસતંત્ર, શહેર અને તાલુકા તલાટી મંત્રી દ્વારા  અંજાર તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળની ધમડકાની 19 એકર  જેટલી જમીન તથા પશુડામાં ચાર સર્વે નંબર કુલ 22 એકર  જમીનની માપણી કરી પંચનામુ કરવા સાથે રોજકામ કરવામાં આવ્યું હતું.  આ કામગીરીમાં કચ્છ જિલ્લા  અંજાર તાલુકા પશુડા ખાતે અનુસુચિત જાતિ ખેતી સહકારી મંડળીના સભ્યો સમાજના અગ્રણી, ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, મહામંત્રી ભીમજીભાઈ બોચિયાની રજૂઆતને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ મહેશ્વરી નરેશભાઈ, આલા બાપા, ભારત એકતા  મિશનના પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, રામજીભાઈ પરમારકાનજીભાઈ રાઠોડ, સામજીભાઈ પરમાર, જિતેન્દ્રભાઈ દાફડા, કલ્પેશભાઈ મેરિયા, સંજુ મહેશ્વરી  સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું એક યાદીમાં જણાવવામાં  આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd