• સોમવાર, 02 જૂન, 2025

ઈંગ્લેન્ડ લાયન્સ સામે કરુણ નાયરની બેવડી સદી

નવી દિલ્હી, તા. 31 : ભારતીય બેટ્સમેન કરુણ નાયરે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત-એ માટે બેવડી સદી કરી હતી. આઠ વર્ષ બાદ ભારતીય પસંદગીકર્તાઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહેલા કરુણ નાયરે બેવડી સદી મારફતે ભારતીય ટીમમાં પોતાની જગ્યા લગભગ નિશ્ચિત કરી લીધી છે.  2017માં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી કર્યા બાદ કરુણ નાયરને લાંબા સમય સુધી ટીમમાંથી બહાર રખાયો હતો. જો કે તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના જોરે ફરી એક વખત પોતાની જગ્યા બનાવી છે.  કરુણે સરફરાઝ ખાન સાથે 181 અને ધ્રુવ જુરેલ સાથે 195 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલ 94 રને અને સરફરાઝ 92 રને આઉટ થયા હતા. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ચોથા અથવા તો તેનાથી નીચે બેટિંગમાં ઊતરતો નાયર પોતાની ઈનિંગ્સમાં ખૂબ જ સહજ રહ્યો હતો. વિદર્ભ માટે રમતાં-રમતાં નાયરે નોર્થમ્પટનશર માટે કાઉન્ટી ક્રિકેટ રમવાના અનુભવનો પૂરો ઉપયોગ કર્યો હતો અને 24મી ફર્સ્ટ ક્લાસ સદી કરી હતી. કરુણ નાયરે પોતાની ઈનિંગ્સમાં 281 બોલનો સામનો કરતાં 204 રન કર્યા હતા, જેમાં 26 ચોગ્ગા અને છગ્ગો ફટકાર્યા હતા. કરુણ નાયરે વિજય હઝારે ટ્રોફીમાં પાંચ સદી કરી હતી. રણજી ટ્રોફી 2024-25માં પણ તેણે ચાર સદી કરી હતી, જ્યારે સૈદય મુશ્તાક અલી ટ્રોફીમાં કરુણે છ ઈનિંગ્સમાં ત્રણ અર્ધસદી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd