નવી દિલ્હી, તા. 31: શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં
ગુજરાતની ટીમ એક સમયે હાવી લાગી રહી હતી. જો કે બુમરાહ સંકટમોચન બન્યો હતો અને
વોશિંગટન સુંદરની કિંમતી વિકેટ લઈને મેચમાં બાજી પલટાવી હતી. મેચ દરમિયાન
બાઉન્ડ્રી ઉપર બુમરાહને હેડ કોચ મહેલા જયવર્ધનેનું જ્ઞાન સહન થયું નહોતું. બુમરાહે
ઈશારામાં કોચને સમજાવી દીધું હતું કે શાંતિ રાખો. આ ઘટનાનો વીડિયો સોશિયલ
મીડિયામાં વાયરલ થયો હતો. જયવર્ધનેએ 13મી ઓવરમાં બુમરાહને અમુક નિર્દેશ આપવાની કોશિશ કરી હતી. બુમરાહ
બાઉન્ડ્રીની નજીક હતો. આ દરમિયાન કોચે જે વાત કરી તેનાથી બુમરાહ સહમત લાગી રહ્યો
નહોતો અને ઈશારામાં બુમરાહ જાણે કહી રહ્યો હતો કે તે પોતાનું કામ સારી રીતે જાણે
છે.