• સોમવાર, 02 જૂન, 2025

ભુજ : કારમાં માદક પદાર્થ ગાંજા સાથે યુવક ઝડપાયો

ભુજ, તા. 31 : ગઇકાલે શહેરના મુંદરા રોડ બાજુ કારમાંથી 242 ગ્રામ માદક પદાર્થ ગાંજા સાથે ધ્રુવ નીલેશભાઇ જોશી (ભુજ) નામના યુવકને એસ.ઓ.જી.એ પકડી લીધો હતો. આ ગાંજો તેણે ભચાઉના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતાં બંને સાથે ગુનો દાખલ કરાયો છે. કચ્છમાં યુવાઓમાં માદક પદાર્થના સેવનની બદી વ્યાપક બની છે, ત્યારે આ બદીને નેસ્તનાબૂદ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી સૂચનાના પગલે એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એમ. ગઢવીના તાબા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા, ત્યારે એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી પૂર્વ બાતમીના આધારે રેનોલ્ટ ક્વિડ કારમાંથી માદક પદાર્થ ગાંજો 242 ગ્રામ સાથે ધ્રુવને ઝડપી લીધો હતો. આ ગાંજો તેને ભચાઉના રાજુભાઇ ઉર્ફે રાજભા ગઢવી પાસેથી ખરીદ્યાનું જણાવ્યું છે. બે લાખની કાર, ગાંજો કિં. રૂા. 2420 અને એક મોબાઇલ કિં. રૂા. 10,000 તથા રોકડા રૂા. 300 એમ કુલે રૂા. 2,12,720ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી ધ્રુવ અને રાજુભાઇ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. શ્રી ગઢવી, પી.એસ.આઇ. વાય.કે. પરમાર, એ.એસ.આઇ. દિનેશભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ, હે.કો. રજાકભાઇ સોતા, મયૂરસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, કોન્સ. દિનેશભાઇ ચૌધરી, ડ્રાઇવર-હે.કો. મહિપતસિંહ સોલંકી જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd