ભુજ, તા. 31 : ગઇકાલે એસઓજીએ ભુજ તાલુકાના સુમરાસર (જત)ની
સીમમાં બાવળની ઝાડીમાંથી પરવાના વિનાની દેશી બંદૂક સાથે કમાગુનાના આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ
જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સુમરાસર (જત)ની ઉતરાદી
સીમમાં આવેલા વિછીંયા ડુંગર પાસે કાચા રોડ તરફ ટેકરી પછી બાવળની ઝાડીઓમાં આરોપી જાકબ
હાસમ ત્રાયા (રહે. કમાગુના તા. ભુજ)ને પરવાના વિનાની ગેરકાયદેસર રીતે રાખેલી દેશી હાથ
બનાવટની મોભર મજલ લોડ બંદૂક કિ. રૂા. 2000 તથા એક મોબાઇલ કિ. રૂા. 3000ના મુદ્માલ સાથે ઝડપી માનકુવા પોલીસ મથકે તેની
વિરુદ્ધ આર્મ્સ એકટ તળે ગુનો દાખલ કરાવાયો હતો.