• સોમવાર, 02 જૂન, 2025

નગાવલાડિયા ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્ના.માં મહિલા સરપંચોની ટીમ ઝળકી

ગાંધીધામ, તા. 31 :  અંજાર તાલુકાનાં નગાવલાડિયા ગ્રામ પંચાયત અને  જમનામા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં  કચ્છના અલગ અલગ ગામના મહિલા સરપંચો પણ  ક્રિકેટ રમ્યા હતા અને સામેની ટીમને સારી ટક્કર આપીને જીત મેળવી હતી. વુમન ઓફ ધ મેચનો ખિતાબ કનકપરના યુવા સરપંચ ચંદ્રિકાબેને હાંસલ કર્યો હતો. કચ્છ મહિલા વિકાસ સંગઠનના દિનાબેન, નિરુબેન, અશ્વિનીબેન અને યોગેશભાઈ સહયોગી બન્યા હતા. આ વેળાએ ડિસ્ટ્રિક મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, ભરત સોલંકી, પૂજાબેન પરમાર  વર્ષાબેન બાંભણિયા, અંતરજાળના ધરમશીભાઈ, બીટાવલાડિયાના સરપંચ જગદીશભાઈ, સેતુ સંગઠનના કાર્યકર્તા કિરિટભાઈ ચાવડા, ગોપાલ નગરના ઉપસરપંચ  શાંતિબેન ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા ક્રિકેટરોને શુભેચ્છા પાઠવી હતી. ફોરમબેન વ્યાસે દીકરીઓને 181 એપ અંગેની માહિતી આપી હતી. 27 મેથી શરૂ થયેલી આ મેચને સતત પ્રોત્સાહન મળતા  સરપંચ દેવઈબેન કાનગડે  6 જૂનના મહિલા પોલીસ કર્મચારી, મહિલા આરોગ્ય વિભાગ અને મહિલા તલાટીની એક દિવસીય મેચ યોજવાની જાહેરાત કરી હતી. આ માટે 4 જૂન સુધી નામ નોંધાવી શકાશે. નામ નોંધાવવા માટે 81605 80747 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મહિલા સરપંચો દેવઈબેન કાનગડ (નગાવલાડિયા), ધનુબેન (નારણપર તા.ભુજ)ચંદ્રિકાબેન (કનકપર અબડાસા), કસ્તૂરબેન (દેવપર નખત્રાણા), રસિલાબેન (કુકમા ભુજ), શર્મિલાબેન (લોહારિયા તા. અંજાર), ગીતાબેન (સતાપર તા.અંજાર), પ્રિતિબેન (વડસર તા. ભુજ), દિનાબેન (કેએમવીએસ), નીરૂબેન (કેએમવીએસ), અશ્વિનીબેન (કેએમવીએસ) મેચ રમ્યા હતાં. સંચાલન હર્ષાબેન ચોથાણીએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd