ભુજ, તા. 31 : વર્ષ 2025થી 2028ની મુદ્દત માટે ભુજ રાજગોર સમાજના પ્રમુખપદે વિજયભાઇ ભાઇલાલ ગોર
(જાંજાણી)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભુજ રાજગોર સમાજની ત્રણ ટર્મથી યોજાતી
પ્રમુખપદની ચૂંટણી નવ વર્ષ પછી બિનહરીફ થતાં સમાજભાવના ફરી એકવાર જાગૃત બની હતી.
જનકભાઇ નાકર, સચિન મહેન્દ્ર નાકર, બિપિન અમૃતલાલ માકાણી, ભૂપેશ જયંતીલાલ માકાણી,
સુરેશ ઇશ્વરલાલ મોતા, અલ્પેશ લક્ષ્મીશંકર
વિઠાએ પોતાની ઉમેદવારી તો પાછી ખેંચી લેવા સાથે ઉમેદવારીપત્ર ભરવા સમયે ભરેલ રૂા. 5000 ડિપોઝિટની રકમ સમાજના વિકાસમાં અર્પણ કરીને
સમાજ પ્રત્યેની ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. સમાજના ટ્રસ્ટીઓ
ભૂપેન્દ્ર રેવાશંકર માકાણી, શૈલેશ દયારામ ગોર, મયૂર ચંદ્રકાંત ગોર, અરવિંદ કાનજી અજાણી, ભરત ભોગીલાલ મોતા, કપિલ શાંતિલાલ બાવા ઉમેદવારી પાછી
ખેંચવાના અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે જયંત જેઠાલાલ જોશી,
મુકેશ વેલજીભાઇ ગોર અને રવીન્દ્ર કાંતિલાલ મોતાએ સેવા બજાવી હતી.
વિદાય લેતા પ્રમુખ જનકભાઇ નાકરે છેલ્લા નવ વર્ષથી ટીમવર્કથી કરેલી કામગીરીમાં
સહયોગી બનેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત પ્રમુખ વિજયભાઇ ગોરે આગામી
સમયમાં જ્ઞાતિજનોના સાથ-સહકારથી વધુ જ્ઞાતિ ઉત્કર્ષનાં કામો કરવાની નેમ વ્યક્ત કરી
હતી. વિજયભાઇ કર્મચારી મંડળીના પ્રમુખ તેમજ કર્મચારી ધિરાણ મંડળી પ્રમુખપદની બેવડી
જવાબદારીનું વહન કરી રહ્યા છે, તો જિલ્લા પંચાયતના પ્રમુખના
પી.એસ. તરીકે ફરજ બજાવી રહ્યા છે. આર.ટી.ઓ. રિલો. સાઇટ સ્થિત માતા મુક્તાબેન
ઉમ્યાશંકર નાકર સમાજવાડીના બીજા માળનું ચાલતું બાંધકામ તેમજ ત્ર્યંબકેશ્વર
સમાજવાડીના હોલનું કામ તાકીદે પૂરું કરવા જણાવ્યું હતું. આ અવસરે નિખિલ પેથાણી,
જયંતીલાલ બાવા, સુરેશ અજાણી, દિનેશ જાંજાણી વિગેરે હાજર રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ વિજય ગોરને અખિલ
કચ્છી રાજગોર મહાસભાના પ્રમુખ જે. પી. ગોર, કાર્યકારી પ્રમુખ
અરવિંદ સી. પેથાણી, શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળના
અંબાલાલ મોતા, મહિલા મંડળના કૃપાબેન નાકર, ભુજ રાજગોર સમાજના ટ્રસ્ટી રાજેશ ગોર, બંસીલાલ
માલાણી, ચંદ્રકાંત વિઠા, ગાંધીનગર
રાજગોર સમાજના પ્રમુખ નિરંજનભાઇ નાકર, દક્ષિણ ગુજરાત સમાજના
અગ્રણી વસંતભાઇ નાગુ, મુંબઇ સમાજના કાંતિલાલ તાડપત્રીવાલા,
પ્રકાશ પેથાણી, રજનીકાંત મહેતા, વસંતલાલ મહેતા સહિતે શુભેચ્છા પાઠવી હતી.