• સોમવાર, 02 જૂન, 2025

છરી મારી ગંભીર ઇજા પહોંચાડવા બદલ આરોપીને ચાર વર્ષની કેદ

ભુજ, તા. 31 : સોળેક વર્ષ પૂર્વે નખત્રાણાના સુખપર (રોહા) ગામે છરી મારીને ગંભીર ઇજા પહોંચાડવાના કેસમાં આરોપી ઇરફાન સુલેમાન માંજોઠી (રહે. સુખપર રોહા)ને નખત્રાણાની કોર્ટે તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં 17 સાહેદ અને 14 દસ્તાવેજી પુરાવા ચકાસી બન્ને પક્ષોની દલીલ સાંભળી નખત્રાણાના એડી. ચીફ જ્યુ/. મેજિ. રઘુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાએ આરોપી ઇરફાનને તકસીરવાન ઠેરવી કલમ 326 મુજબ આ શિક્ષાપાત્ર ગુનામાં ચાર વર્ષની સાદી કેદ તથા 5000 દંડ અને દંડ ન ભરે તો વધુ 30 દિવસની કેદ અને અન્ય કલમો મુજબ સજા ફટકારી છે. આ કેસની ટુંક વિગતો મુજબ ગત તા. 28-4-09ના સુખપર (રોહા)માં આરોપી ઇરફાનને ફરિયાદી હસણ આદમ માંજોઠીએ સાહેદની મજાક મસ્તી કરવા બાબતે તેમજ તેના ઘરે ફોન કેમ કરે છે ? તે બારામાં ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઇ જઇ ઘર સામે ગાળો આપી પોતાના ભેઠમાંથી કાઢી પીઠના ભાગે ઊંડા ઘા કરી કિડની તથા આંતરડામાં ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ નીમેષ જે. પુજારા હાજર રહી દલીલો કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd