ગાંધીધામ, તા. 31 : અંજારમાં ચોરાઉ મનાતા તેલના જથ્થા સાથે
પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતાં. આ કાર્યવાહી દરમયાન ચોરાઉ તેલ, ટેમ્પો સહીતનો મુદામાલ કબ્જે કરાયો હતો. પોલીસ સુત્રો
પાસેથી મળતી વિગતો મુજબ પુર્વ બાતમીના અધારે પુર્વ કચ્છ પોલીસે ગત મોડી પરોઢના 3.1 વાગ્યાના અરસામાં સ્થાનિક ગુના શોધક શાખાની ટુકડીએ શાતિધામ વરસામેડી પાસે
ક્રિષ્નાપાર્ક સોસાયટી પાસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે વિપુલ
વસ્તા વીરડા, હીરા ગોકળ ભરવાડને ઝડપી પાડયા હતા.
જયારે મુખ્ય સુત્રધાર સચીન વિનોદ ચૌહાણ
નાસી જવામાં સફળ રહ્યો હતો. આરોપીઓ તેલના ટેન્કરના ચાલકોને લાલચ આપીને ચોરી
કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી.. ક્રિષ્ના પાર્ક સોસાયટીના પ્લોટ નંબર બે વાળા
મકાનની બહાર એક ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પોની તપાસ કરતા તેમાંથી 200 લીટરના તેલ ભરેલા બેરલ મળી આવ્યા હતાં.
બેરલમાં કાચુ સોયાબીન ઓઈલ હતું. આરોપી સચીન સાથે મળીને હાઈવે ઉપરથી પસાર થતા ટેન્કરમાંથી ચોરી કરી હોવાની કેફીયત આપી હતી.
ચોરાઉ તેલનો જથ્થો બહાર મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી ત્યાં પોલીસે ત્રાટકીને
કારસાને વીફળ બનાવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પ લાખની કીમતનું સોયાબીન તેલ, 99, 225ની કીમનતુનાં ક્રુડ ઓઈલ, ખાલી બેરલ, કેરબા, મોબાઈલ ફોન સહીતનો મુદામાત કબ્જલનને કરાયો હતો.