• રવિવાર, 01 જૂન, 2025

કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટના દરજ્જા માટે ગ્લોબલ કચ્છ ફેડરેશન ભુજ સતત પ્રયત્નશીલ

ભુજ, તા. 22 : મુંબઈ અને દિલ્હી વિમાન સેવા ચાલુ કરાવવા સતત ટીમ વર્કના પ્રયત્નો બદલ ટુર ઓપરેટર એસોસીએશન ઓફ કચ્છ દ્વારા ગ્લોબલ કચ્છ ફેડરેશનનાં ચેરમેનનું સન્માન કરાયું હતું. ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલભાઈ ગોર અને તેમની ટીમ દ્વારા ભુજ એરપોર્ટ ઓથોરિટી, એર ઇન્ડિયાના અન્ય ઉચ્ચ અધિકારી તથા મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન નવી દિલ્હી સાથે ભુજ મુંબઈ વિમાની સેવા ચાલુ થાય નવા સ્લોટ મળે તે માટે સતત રજુઆતો બેઠકો અને પત્ર વ્યવહાર કરી તમામ પ્રશ્નોના નિવારણ માટે ગ્લોબલ કચ્છ ફેડરેશનની આખી ટીમ પ્રયત્નશીલ રહી કચ્છના લોકો માટે પ્રથમ ભુજ-મુંબઈ 186 સીટની વિમાની સેવા દૈનિક ધોરણે ચાલુ કરવામાં આવી ત્યારબાદ ભુજથી દિલ્હી વિમાન સેવા ચાલુ થઇ તેમ છતાં ગ્લોબલ ફેડરેશનનાં ચેરમેન અને તેમની ટીમ દ્વારા વધુમાં વધુ વિમાની સેવા કચ્છને મળે તે માટે પ્રયત્નો ચાલુ રાખ્યા તેના ફળ સ્વરૂપે ત્રીજી ફ્લાઈટ ભુજ-મુબઈ બપોરે ચાલુ થઈ છે. પહેલા વિમાની ભાડું 20થી 25 હજાર લેવાતું હતું હાલ તેનું ભાડું 3500થી 5000 થયું છે જેમ ફ્લાઈટ વધશે તેમ હજી ભાડા ઘટશે ભુજ- મુંબઈની સાંજની ફ્લાઈટની મંજુરી મળી ગઈ છે પરંતુ સ્લોટના અભાવે મોડું થાય છે, મોટા શહેરો સાથેની એર કનેકટીવીટી ભુજને મળે અને કચ્છને ઇન્ટરનેશનલનો દરજ્જો મળે તથા કાર્ગો સર્વિસ મેળવા માટે સતત પ્રયત્ન ચાલુ છે, ઈન્ડીગો ચેરમેન સાથે ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી વિમાન સેવા માટે પત્ર વ્યવહાર ચાલુ છે અને સર્વે માટે પણ ઈન્ડીગોની ટીમ ગ્લોબલ કચ્છ ફેડરેશન સાથે ભુજ આવીને બેઠક કરી ગઈ છે. ખાસ કરીને કચ્છીઓ મોટા પ્રમાણમાં વિશ્વના અલગ અલગ દેશોમાં રહે છે તેમનો પ્રશ્ન કનેકટીવીટી હતો, જે હવે ભુજ દિલ્હી-1 અને ભુજ-મુંબઈની એર ઇન્ડિયાની નવી બે ફ્લાઈટો ચાલુ થવાથી ઇન્ટરનેશનલ ફ્લાઈટો સાથે કનેકટીવીટી મળતાં સમયનો બચાવ થાય છે અને સીધા વિદેશથી ભુજ અને ભુજ થી અન્ય દેશોમાં જવા માટે મહદઅંશે કનેકટીવીટી મળી રહે છે આમ વર્ષો જૂની સમસ્યા હતી તેનું નિવારણ થયું છે. ટુર ઓપરેટર એસોસીએશન ઓફ કચ્છના પ્રેસિડન્ટ હિતેશભાઈ મોરબિયા, વાઈસ પ્રેસિડન્ટ ભાવિનભાઈ તન્ના ટ્રેઝર જાવેદભાઈ ખોજા, કમિટી મેમ્બર વિમલભાઈ શાહ અને નીરવભાઈ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd