• બુધવાર, 16 જુલાઈ, 2025

ભુજ-નલિયા વચ્ચે પ્રવાસી ટ્રેન માટેનું પરિક્ષણ સફળ

કોઠારા (તા.અબડાસા), તા.21 : છેલ્લા કેટલાય વર્ષથી અબડાસા ને ટ્રેન મળશે એ સપનું હવે પૂર્ણ. થઈ જવા રહ્યું છે. બ્રોડ ગેજ, બ્રિજ, સિગ્નલ જેવા કામ પૂર્ણ થઈ ગયા બાદ એન્જિન દોડાવીને પરિક્ષણ કરાયું હતું. બાકી રહી ગયેલ ઇલેક્ટ્રીસિટીનું  કામ જે 25000 મેગા વોલ્ટેજ નું હતું તે પણ હવે. પૂર્ણ થઈ જતાં  પેસેન્જર ટ્રેન દોડાવી વિધિવત પરિક્ષણ કરવામાં આવ્યું હતું. મુંબઈ રેલવેના ચીફ ઇજનેર રંજન શ્રીવાસ્તવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે સવારે ભુજ થી નલિયા જવા માટે ત્રણ ડબ્બા સાથેની ટ્રેનને દોડાવવામાં આવી હતી. સણોસરા મોથાળા કોઠારા થઈ અને આ ટ્રેન નલિયા પહોંચી હતી આ ઇલેક્ટ્રીસિટી ટ્રેન જ્યારે સ્પીડ માં ચાલશે ત્યારે ભુજ થી નલિયા ને 1 કલાક અને 20 મિનિટમાં કાપશે. ટૂંક સમયમાં જ પેસેન્જર ટ્રેન ચાલુ થઈ જાય તેવા સકારાત્મક એંધાણ મળી રહ્યા છે. વેપારીઓ અને ખાસ કરીને બહારે વસતા લોકો માટે આ ટ્રેન ખાસ ઉપયોગી બની રહેશે. રેલવે અમદાવાદ ના સોમેશ્વરભાઈ, ગાંધીધામના જીગર ભોજાણી, અમદાવાદના રાજેશ સીંઘબિહાર ના ઉક્સ્થ કશ્યપ, ભુજના બિપીન મિશ્રા, ભુજના સલીમ નોડે વગેરે હાજર રહ્યા હતા. સંભવિત વડાપ્રધાનની ભુજ મુલાકાત સમયે પેસેન્જર ટ્રેન દોડાવવાની જાહેરાત થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવે સામખયાળીથી નલિયા સુધીના રેલ્વે ટ્રેકનું વિદ્યુતકરણનું કામ પૂર્ણ થયું છે. કુકમા  ખાતે મુખ્ય સબ સ્ટેશનનું કામ થોડું બાકી છે જે પૂરું થયા બાદ નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડાવવાનું આયોજન હોવાનું રેલવેના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. ગણતરીના દિવસોમાં જ નલિયા સુધી પ્રવાસી ટ્રેન દોડે તેવા સંજોગો આજના નિરીક્ષણ બાદ ઉજળા બન્યા છે. 

Panchang

dd