મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 8 : તાજેતરમાં ગાંધીનગર ખાતે પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ
સંરક્ષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ સચિવ ડુમરાળિયા અને નાયબ સચિવ પુલકિત જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ
કાર્યક્રમમાં નખત્રાણા તાલુકાના નેત્રા ગામની મફતનગર પ્રાથમિક શાળાનાં આચાર્યા અનુરાધાબેન
સિજુને એવોર્ડ મળ્યો હતો. મફતનગર પ્રા. શાળાના આચાર્યાને પણ ચકલી બચાવો અભિયાન તેમજ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સહિતની પ્રવૃત્તિઓ માટે આ એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં.